યુપી સરકારે લગ્ન કરનાર જાેડાને આ શરતનું પાલન કરશે તો… જાેડાને ૫૧,૦૦૦ રૂપિયા મળશે

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૩
અલગ અલગ વર્ગના લોકોના હિત માટે સરકાર તરફથી અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમ દ્વારા લોકોને ખુબ લાભ પણ પહોંચાડવામાં આવે છે. યુપીની યોગી આદિત્યનાથ સરકાર તરફથી લોકોના હિતમાં અનેક પગલાં પણ લેવાઈ રહ્યા છે. જેમાંથી એક સ્કીમ લગ્ન સંલગ્ન પણ છે. લગ્ન કરવા બદલ સરકાર તરફથી લોકોને પૈસા આપવામાં આવી રહ્યા છે. જાે કે આ રકમ મેળવવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના વિષે જાણો?.. યુપી સરકાર તરફથી ઓક્ટોબર ૨૦૧૭થી “મુખ્યમંત્રી સામૂહિક લગ્ન યોજના” ચલાવવામાં આવી રહી છે. જે હેઠળ અલગ અલગ સમુદાય અને ધર્મોના રીતિ રિવાજાે મુજબ લગ્ન સમારોહનું આયોજન થાય છે. આ યોજનાનો હેતુ જ એ છે કે વિવાહ ઉત્સવમાં તનારા જરૂરી પ્રદર્શન અને ફાલતુ ખર્ચને ઓછો કરવામાં આવે. આટલો મળશે ફાયદો?… જાણો.. ૨ લાખ રૂપિયા વાર્ષિક આવકમર્યાદા હેઠળ આવતા તમામ વર્ગોના પરિવારોને આ યોજનાનો લાભ મળે છે. આ યોજના હેઠળ વિધવા, પરિત્યકતા, ડિવોર્સી મહિલાઓના લગ્નની પણ વ્યવસ્થા છે. આ યોજનામાં દાંપત્ય જીવનમાં ખુશહાલી અને ગૃહસ્થીની સ્થાપના હેતુ કન્યાના ખાતામાં ૩૫૦૦૦ રૂપિયાની રકમનું અનુદાન તથા વિવાહ સંસ્કાર માટે જરૂરી સામગ્રી જેમ કે કપડાં, વિછિયાં, પાયલ, વાસણો વગેરે માટે ૧૦,૦૦૦ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રત્યેક કપલને વિવાહ આયોજન પર ૬૦૦૦ રૂપિયાની રકમ વપરાશ માટે પણ વ્યવસ્થા છે. આ પ્રકારની યોજના હેઠળ કપલને વિવાહ પર કુલ ૫૧,૦૦૦ રૂપિયાની રકમની વ્યવસ્થા છે. આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે નગર પંચાયત, નગર પાલિકા પરિષદ, નગર નિગમ, ક્ષેત્ર પંચાયત, જિલ્લા પંચાયત સ્તર પર રજિસ્ટ્રેશન અને ન્યૂનતમ ૧૦ કપલના વિવાહ પર સામૂહિક વિવાહ આયોજનની વ્યવસ્થા પણ કરાયેલી છે.


Share to