રાહુલ ગાંધી પર વધું એક એક્શન લેવામાં આવી,રાહુલ ગાંધીની ઓફિસમાંથી ઓફિસનો નંબર અને ઈન્ટરનેટ કનેક્શન કાપી નાખ્યા

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૮
રાહુલ ગાંધીનું સભ્યપદ ગયા બાદ હવે વાયનાડમાં આવેલી ઓફિસનો સરકારી ફોન નંબર પણ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવ્યો છે. તેમની ઓફિસમાં લાગેલા ઈન્ટરનેટ કનેક્શન પણ કાપી નાખ્યા છે. આ કાર્યવાહી બીએસએનએલ તરફથી કરવામાં આવી છે. આ કાર્યવાહી એવા સમયે કરવામા આવી છે, જ્યારે રાહુલ ગાંધી પોતાના લોકસભા મતવિસ્તારમાં જવાની યોજના બનાવી રહ્યા છે. જાણકારી મળી રહી છે કે, રાહુલ ગાંધી ૧૧ એપ્રિલે વાયનાડ જવાના છે. રાહુલ ગાંધીની ઓફિસનો નંબર ૦૪૯૩૬ ૨૦૯૯૮૮ અને ઈન્ટરનેટ કનેક્શન ગુરુવાર સાંજે કાપી નાખ્યું છે. આપને જણાવી દઈએ કે, આ કનેક્શન સરકાર તરફથી સાંસદોને ફ્રીમાં આપવામાં આવે છે. રાહુલ ગાંધીની જે ઓફિસ પર આ કાર્યવાહી થઈ છે, તે કૈનાટીના કેલપેટ્ટામાં આવેલી છે. રાહુલ ગાંધીએ હાલમાં જ નવી દિલ્હીના તુગલક લેનનો બંગલો ખાલી કર્યો છે. તેમનું સાંસદ પદ ખતમ થતાં લોકસભા સચિવાલયે તેમને આ બંગલો ખાલી કરવા માટે કહ્યુ હતું. કેલપેટ્ટામાં બીએસએનએલના અધિકારીએ જણાવ્યું કે, આ કાર્યવાહી દિલ્હી ઓફિસથી મળેલા નિર્દેશ અનુસાર કરવામાં આવી છે. બીએસએનએલ તરફથી કાર્યવાહી બાદ સાંસદ ઓફિસનું કામકાજ ઠપ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી આગામી અઠવાડીયે ૧૧ એપ્રિલે વાયનાડ જઈ રહ્યા છે. આ દરમ્યાન કોંગ્રેસ તરફથી આયોજીત જય ભારત સત્યાગ્રહમાં ભાગ લેશે. આ વિરોધ પ્રદર્શન સંઘ પરિવાર વિરુદ્ધ થઈ રહ્યું છે.


Share to