#વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘ દ્રષ્ટિ થકી આજે ગુજરાત સમગ્ર દેશમાં ઔધોગિક ક્ષેત્રે અગ્રેસર છે
# ઔધોગિક એકમ તથા રાજ્યના જનસમુદાય એમ બંનેનો વિકાસ થાય તેવી ઔધોગિક પોલિસી રાજ્યએ અમલમાં મુકી છે
———
ઉદ્ઘાટન પ્રસંગે ધાર્મિક સંસ્થાના વડા પૂ.પુરાણી શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ
——–
ભરૂચ: શુક્રવાર:દહેજ સ્થિત જીઆઇડીસીમાં કાર્યરત નીલકંઠ ગ્રુપના નવા શરૂ થતાં આયોમો એડવાન્સ ફર્ટિલાઈઝર ( ઇન્ડિયા)ના પ્રા.લી તથા નીલકંઠ ક્રોપ સાયન્સ પ્રા.લી. એમ બે નવા શરૂ થનાર આધોગિક એકમના ઉદ્ઘાટન પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ઔધોગિક એકમના નવા સાહસની ધાર્મિક સંસ્થાના સંતો સાથે રહીને પુષ્પ અને શ્રીફળ વધેરીને એકમને ખુલ્લો મૂક્યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે ,દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘ દ્રષ્ટિ થકી આજે ગુજરાત સમગ્ર દેશમાં ઔધોગિક ક્ષેત્રે અગ્રેસર છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલ વાયબ્રન્ટ ગુજરાતના નેજા હેઠળ કરાયેલ ભગીરથ પ્રયાસના મીઠા ફળ ગુજરાતને મળી રહ્યાં છે.
વધુમાં મંત્રીશ્રીએ રાજ્યની ઔધોગિક પોલીસીની સરહાના કરતાં જણાવ્યું હતું કે, ઔધોગિક એકમ તથા રાજ્યના જનસમુદાય એમ બંનેનો વિકાસ થાય તેવી પોલિસી રાજ્યએ અમલમાં મુકી છે.જેથી કરીને ગુજરાત ઔધોગિક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે,તેમ તેમને ઉમેર્યું હતું.
આ વેળાએ મંત્રીશ્રીએ નિલકંઠ ગ્રુપના નવા સાહસને બિરદાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે,દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “લોકલ ફોર વોકલ” તથા “આત્મનિર્ભર ભારત” જેવી સંકલ્પનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકાશે,તેવી મંત્રીશ્રીએ નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે નીલકંઠ ગ્રુપના ચેરમેન શ્રી વિપુલભાઈ ગજેરાએ ગ્રુપની વિસ્તૃત વિગત આપીને સ્વાગત પ્રવચન કર્યુ છે.
આ વેળાએ મંત્રીશ્રી તથા ધાર્મિક સંસ્થાના વડા પૂ.પુરાણી શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામીએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ વેળાએ જિલ્લા અગ્રણી શ્રી મારુતિ સિંહ અટોદરિયા,જિલ્લાના અધિકારીશ્રીઓ તથા ધાર્મિક સંસ્થાના સંતો તથા ઔધોગિક એકમના અગ્રણીશ્રીઓ ઉપસ્થીત રહ્યા હતા.
More Stories
ગણેશ સુગર વટારીયાની પીલાણ સીઝનનો આજના લાભ પાંચમ ના શુભ દીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રારંભ કરવામાં આવ્યો.
* નેત્રંગ તાલુકા એક ગામની લગ્નની લાલચ આપી બળાત્કાર કરનાર યુવક સામે પોલીસ ફરીયાદ કરાઇ * યુવકે પીડીત યુવતી સાથે અનેકોવખત શરીર સબંધ બાંધ્યા હોવાના આક્ષેપ..
જુનાગઢ પોલીસ દ્વારા ગુમ થયેલ રૂ. ૬,૫૦,૦૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના તુજકો અર્પણ દ્વારા અરજદાર મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ નેત્રમ શાખા.