ભાજપનો ૪૪મો સ્થાપના દિવસ નિમિતે પ્રધાનમંત્રી મોદીએ કાર્યકર્તાઓને હનુમાનજીની શક્તિ અને ઉપયોગ અંગે આપ્યું ઉદાહરણ

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૬
ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) દ્વારા આજે ૪૪મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દુનિયાની સૌથી મોટી પાર્ટીની હોવાની ઉપલબ્ધી હાંસલ કરી ચૂકેલા ભાજપની સ્થાપના ૬ એપ્રિલ ૧૯૮૦માં થઈ હતી. નવી પાર્ટી ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં માત્ર ૨ બેઠકો જીતવામાં સફળ રહી હતી. જ્યારે ૨૦૧૯માં ૩૦૩ બેઠકો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે, આજે ભારત પહેલા કરતા વધારે સક્ષમ બન્યું છે. વડાપ્રધાન મોદીએ આજના હનુમાન જયંતીના તહેવાર પ્રસંગનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, હનુમાનજીના જીવન પ્રસંગથી પ્રેરણા મળે છે. જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીને કચ્છથી પૂર્વોત્તર સુધી અને કાશ્મીરથી કેરળ સુધી છાપ છોડ્યાની વાત કરી હતી. કાર્યકર્તાઓની પ્રશંસા કરતા નડ્ડાએ જણાવ્યું હતું કે, ‘અમારા કાર્યકર્તાઓએ પાર્ટીને સ્થાપિત કરી છે. ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેની તૈયારીઓ માટે કાર્યકર્તાઓ મજબૂતી સાથે આગળ વધે તે જરુરી છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓનું મહત્વ અને તેની જરુરિયાત અને મહત્વ વિશે વાત કરી છે. વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચાર સામે લડવાની પણ વાત પોતાના સંબોધન દરમિયાન કરી હતી. ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. ભાજપના ૪૪મા સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને શુભચ્છા પાઠવીને જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તા સૌની માટે કામ કરે છે, પોતાના માટે કશું કરતા નથી. હનુમાન જયંતીને પોતાના સંબોધનમાં સાંકળીને વડાપ્રધાને કહ્યું છે કે, “ભગવાન હનુમાનની જન્મ જયંતી મનાવી રહ્યા છીએ. ચારે તરફ બજરંગબલીનું નામ ગુંજી રહ્યું છે. તેમનું જીવન, તેમના મુખ્ય પ્રસંગ આજે પણ ભારતની વિકાસયાત્રામાં પ્રેરણા આપે છે. પુરુષાર્થ માટે પ્રરિત કરે છે. અમારી સફળતાઓમાં તેમની મહાન શક્તિ માટે આશિર્વાદ આપે છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરીને કહ્યું, “હનુમાનજી પાસે અસીમ શક્તિઓ છે, પરંતુ તેઓ ત્યારે જ એ શક્તિઓનો ઉપયોગ કરી શકે છે, જ્યારે તેઓ પોતાની શક્તિ પર સંયમ રાખી શકે છે. ૨૦૧૪ પહેલા ભારતની પણ આ સ્થિતિ હતી, ભારતના નાગરિક આજે એ બજરંગબલીની જેમ પોતાની અંદર રહેલી શક્તિઓથી ભારત સમુદ્ર જેવી વિશાળ સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર છે.” આજના ટેક્નોલોજીના સમય વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું, આજકાલ રિલ્સ, ટિ્‌વટર, યુટ્યુબનો જમાનો છે, કાર્યકર્તાઓને તેની ટ્રેનિંગ આપવી જાેઈએ. ૨૦૧૪માં દબાયેલા-કચડાયેલા વર્ગનો અવાજ બુલંદ કર્યો. ૨૦૧૪માં માત્ર સત્તા પરિવર્તન નહીં, ભારતની નવી યાત્રાનો શંખનાદ પણ થયો. ભાજપના ૪૪મા સ્થાપના દિવસ પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના મુખ્ય કાર્યાલયથી દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. આ દરમિયાન તેમણે ભાજપની ઉપલબ્ધિઓ ગણાવી છે. આ દરમિયાન તેમણે ભાજપના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ અને લાલકૃષ્ણ અડવાણી તથા વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. જેપી નડ્ડાએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરીને કહ્યું કે, “હું મારા કરોડો કાર્યકર્તાઓને પાર્ટીના સ્થાપના દિવસ પર હાર્દિક શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ આપણા તમામ વરિષ્ઠ નેતાઓ.. જેમણે લોહી-પરસેવાથી પાર્ટીને સીંચી છે. આજે આપણે એ સંકલ્પ કરવાનો છે કે વડાપ્રધાનના નેતૃત્વમાં આપણે એક ક્ષણ માટે પણ બેસવાનું નથી અને આપણે પાર્ટીને હજુ પણ આગળ લઈ જઈશું.”


Share to