ધિરેન્દ્ર શાસ્ત્રી સાંઇ બાબા વિવાદ બાદ હવે રામચરિત માનસને લઈ શરૂ કરશે નવું અભિયાનછતરપુરના બાગેશ્વર ધામમાં હનુમાન જયંતિની ધામધૂમથી કરવામાં આવશે ઉજવણી

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૫
છતરપુરના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ૫ અને ૬ એપ્રિલે અહીં માનસ સમ્મેલન યોજાશે. આ બે દિવસીય કાર્યક્રમમાં સંત અને કથા વ્યાસ ભાગ લેશે. આ સાથે ૧.૨૫ લાખ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે. બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે આ કાર્યક્રમની માહિતી આપી હતી. તેમણે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, શ્રી હનુમાન જન્મોત્સવના શુભ અવસરે બુંદેલખંડના કથા વ્યાસ દ્વારા ૫ અને ૬ એપ્રિલના રોજ પવિત્ર યાત્રાધામ બાગેશ્વર ધામમાં માનસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આ સંમેલનમાં રામચરિત માનસમાં સનાતન ધર્મની ભૂમિકા અને રામચરિત માનસથી સનાતન ધર્મને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવશે તેની પણ ચર્ચા કરવામાં આવશે. આ માટે ૨૦-૨૫ કથાકારો બાગેશ્વર ધામ પહોંચશે. આ સમ્મેલન એક નવી ક્રાંતિ તરફ દોરી જશે. એટલું જ નહીં આ વખતે બાગેશ્વર ધામ ખાતે ભગવાન હનુમાન પ્રાકટોત્સવ નિમિત્તે ૧.૨૫ લાખ હનુમાન ચાલીસાના પાઠ પણ થવાના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રામચરિત માનસ પર હોબાળો પણ થયો હતો. ઉત્તર પ્રદેશમાં રામચરિત માનસની નકલો બાળવામાં આવી હતી. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પંડિત ધીરેન્દ્રએ તાજેતરમાં ફરી એકવાર હોબાળો મચાવ્યો હતો. તેમણે સાઈ બાબા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું છે કે સાઈ બાબા ફકીર અને સંત હોઈ શકે છે. પરંતુ, તે ભગવાન ન હોઈ શકે. બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે શંકરાચાર્યે સાઈ બાબાને દેવતાઓનું સ્થાન આપ્યું નથી. શંકરાચાર્યનું પાલન કરવું એ દરેક સનાતનીનો ધર્મ છે. કારણ કે, તેઓ તેમના ધર્મના પ્રધાન છે. અને કોઈપણ સંત, ભલે તે આપણા ધાર્મિક સંપ્રદાયના હોય, ગોસ્વામી તુલસદાસ હોય, સૂરદાસ હોય, તે બધા સંતો, મહાપુરુષો, યુગપુરુષો, કલ્પ પુરૂષો હોય, પણ તેઓ ભગવાન નથી. આ નિવેદનના કારણે વિવાદ થયો હતો. તાજેતરમાં જ જબલપુરમાં તેમની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતુકે જે ભગવાનની પૂજા તમને જે અનુકૂળ આવે તે ભગવાનની પૂજા કરો. કોઈપણની પૂજા કરો, તમે ભગવાનની જ પૂજા કરશો. તેમણે કહ્યું હતુ કે ગૃહિણીઓએ ભગવત ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરવો જાેઈએ. જબલપુરના પનાગરમાં આયોજિત કથામાં તેમણે લોકોને કહ્યું કે હનુમાન ચાલીસા વાંચવાની છે, એનો રટ્ટો નથી મારવાનો. પુસ્તક લઈને હનુમાન ચાલીસા વાંચવી જાેઈએ. આસન પર બેસીને, દીવો પ્રગટાવીને, શ્રીરામનું ધ્યાન કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જાેઈએ.


Share to