September 10, 2024

રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં જામીન, કેસની વધુ સુનાવણી ૧૩મી એપ્રિલે હાથ ધરાશે

Share to


(ડી.એન.એસ)ગાંધીનગર,તા.૦૩
રાહુલ ગાંધી દ્વાર માનહાનીના કેસમાં નીચલી કોર્ટે ૨૩મી માર્ચે દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા કરી હતી. જેની સામે તેમણે સેશન્સ કોર્ટમાં અપીલ અરજી કરી હતી. જેની સુનાવણી ૧૩મી એપ્રિલે હાથ ધરવામાં આવશે. નીચલી કોર્ટ દ્વારા માનહાનીના કેસમાં ૨ વર્ષની જેલની સજા કરવામાં આવી છે, તેના પર રાહુલ ગાંધી દ્વારા સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે આ કેસમાં ૧૩મી જે સુનાવણી હાથ ધરવામાં આવશે તેમાં રાહુલ ગાંધીએ હાજર રહેવું પડશે નહીં, વકીલો દ્વારા જ આ કેસમાં વધુ જરુરી કેસને લગતી દલીલો કરવામાં આવશે. રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ પરત મળશે કે કેમ તે અંગે પણ આગામી સમયમાં સુનાવણીના આધારે સ્પષ્ટ થઈ શકે છે. વકીલ રોહન પાનવાલાએ જણાવ્યું છે કે, આજે રાહુલ ગાંધીને જે સજા કરવામાં આવી હતી, તેમાં જામીન અને સજા પર સ્ટેની અરજી કરી હતી. જેના પર સુનાવણી કરીને કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા છે. આ સાથે તેમને જે સજા નીચલી કોર્ટે કરી હતી તેના પર સ્ટે મૂકવામાં આવ્યો છે. હવે સ્ટે મૂકવાની અપીલ કરી છે તેના પર ૧૩મી એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પછી જે ચુકાદો આવશે તેના આધારે તેમના સંસદ પદ અંગે કોઈ ર્નિણય લઈ શકાશે. આગામી સુનાવણીમાં રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ મળી છે. જામીન અરજી માટે રાહુલ ગાંધીએ ૩ વાગ્યે કોર્ટમાં હાજર રહેવાનું હતું જેના માટે તેઓ પોતાના બહેન સહિત વકીલો સાથે હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં નીચલી કોર્ટે જે સજા સંભળાવી હતી તેને હાલ મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે વકીલે જણાવ્યું છે કે, ૧૦ એપ્રિલ સુધીમાં ફરિયાદીના વકીલ જવાબ ફાઈલ કરવા માટે જણાવવામાં આવ્યું છે જ્યારે ૧૩મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને ૨ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને તેને તેઓ પડકારવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. રાહુલ ગાંધીની સાથે વકીલોની ફોજ અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત છે. રાહુલ ગાંધીનો સાથ આપવા માટે તેમના બહેન અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ સાશિત રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે. માનહાનીના મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી કરવામાં આવી હતી તેના પર સુનાવણી ૩ મેએ હાથ ધરવામાં આવશે. કોંગ્રેસના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે અમારા નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે, જાેકે, અમે અડગ રહીને આગળ વધીશું તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશના નેતાઓની સાથે કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતાઓ અહીં ઉપસ્થિત રહ્યા છે. કોંગ્રેસ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, અટકાયત કરીને લોકશાહીનું ગળું દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, ૨૦૨૪ પહેલા ગભરાઈ ગયા છે, એટલા માટે રાજકીય લડાઈને લીગલ લડાઈમાં ફેરવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


Share to

You may have missed