મોબાઈલ/ સીમકાર્ડ ડીસ્ટ્રીબ્યુટર/રીટેઇલર વિક્રેતાઓ દ્વારા મોબાઇલ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબાઇલ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબાઇલ ફોન ખરીદનાર-વેચનાર વ્યમક્તિના વિવિધ દસ્તાવેજો ચકાસી રજીસ્ટર નિભાવવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

Share to


ભરૂચ, સોમવાર :- જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન આર ધાધલે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા જિલ્લામાં આવેલ તમામ મોબાઈલ/ સીમકાર્ડ ડીસ્ટ્રી બ્યુરટર/રીટેઇલર વિક્રેતાઓ દ્વારા મોબાઇલ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબાઇલ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબાઇલ ફોન ખરીદનાર-વેચનાર વ્યતક્તિનું માન્યમ ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વગેરે દસ્તાસવેજો ચકાસવા તેમજ સીમકાર્ડ તેમજ મોબાઇલ ખરીદ-વેચાણ સંદર્ભમાં ખરીદ-વેચાણ કરનારના નામ સરનામાની માહિતીનું નિયત નમૂનામાં રજીસ્ટકર નિભાવવા હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૬-૦૩-૨૩ થી દિન -૬૦ સુધી કરવાની રહેશે.
ઉકત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, મોબાઇલ ફોનની વિગત/કંપની, IMEI નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી. પ્રુફની વિગત વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટબર નિભાવવાનું રહેશે.
તદ્ઉપરાંત, નવા/જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, મોબાઇલ ફોનની વિગત/કંપની, IMEI નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી. પ્રુફની વિગત વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટબર નિભાવવાનું રહેશે.
તેવી જ રીતે, નવું સીમકાર્ડ વેચતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, સીમકાર્ડની વિગત/કંપનીનું નામ, સીમકાર્ડ નંબર, સીમકાર્ડ ખરીદનારના નામ, સરનામાની વિગત, આઇ.ડી. પ્રુફની વિગત અને સીમકાર્ડ ખરીદનારની સહી વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટાર નિભાવવાનું રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.


Share to

You may have missed