ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં જો બહારના મજુરોને કામદાર તરીકે રાખનાર જે તે એકમના માલીક, એજન્ટ, દલાલ, લેબર કોન્ટ્રાકટર નોંધે

Share to


*ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું*

ભરૂચ:સોમવાર:- અસામાજીક તત્વો વ્યવસાયિક જગ્યાઓએ નોકરી બહાના હેઠળ આશરો મેળવી સર્વે કરી બાદમાં જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરે છે. તેમજ માનવ જીંદગીની ખુમારી થાય અને જાહેર જનતાની સંપતીને નુકશાન પહોચાડવાની કોશીષ કરે છે અને સ્થાનીક પરીસ્થિતિથી માહિતગાર થઈને તેઓની અસામાજીક પ્રવૃતિઓની અંજામ આપતા હોય છે. આવા અસામાજીક તત્વો શહેરમાં તથા જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રાજય બહારના મજુરો, કડીયાકામ, ઈંટોના ભટ્ટાના, હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસમાં, રસોઈયા, ફેકટરી, કારખાના, ખાણીપીણીની દુકાનો લારી ઉપર તથા કલરકામ કરતા કારીગર તરીકે રોજગારી મેળવતા હોય છે. આવા શંકાસ્પદ વ્યક્તિઓથી તંત્ર નિયમિત રીતે માહીતગાર થાય તેવા શુભ આશયથી તથા તેના ઉપર જાહેરહિત અને જીલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન આર ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ હુકમ કર્યો છે કે, ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં બહારના મજુરોને કામદાર તરીકે રાખનાર જે તે એકમના માલિક, એજન્ટ, દલાલ, લેબર કોન્ટ્રાકટર વિગેરેએ નિયત ફોર્મમાં જરૂરી વિગતો ભરી ફરજીયાતપણે સંબંધીત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે.
આ હુકમનો અમલ તા.૨૬/૦૩/૨૦૨૩ થી દિન-૬૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યુક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ કસુરવાર થશે તેમજ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.


Share to