પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા,૦૨-૦૪-૨૦૨૩.
નેત્રંગ પોલીસે કોલીવાડા ગામના ખાડીવગામા ચાલતા જુગારધામ પર છાપો મારી ને ત્રણ જુગારીયાઓ ને ઝડપીલઇ જેલ હવાલે કરતા જુગારીયાઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
નેત્રંગ પોલીસ સ્ટેશન ના જમાદાર રોહીત વસાવા તેમજ અ, હે, કો. અનિલ વસાવા , અ, પો, કો. કિરણ વસાવા ૧ એપ્રિલ ૨૦૨૩ ના રોજ સાંજના પાંચ થી છ ના સમય ગાળા દરમિયાન અસનાવી બીટ વિસ્તાર મા પ્રેટોલીગ મા હતા, તે સમયે બાતમી મળેલ કે કોલીવાડા ગામે ખાડીવગામા કેટલાક લોકો ભેગા મળીને પતાપાન નો હારજીત નો જુગાર રમી રહ્યા છે, જે બાતમી આધારે ધમધમતા જુગાર ધામ પર છાપો મારતા ત્રણ જેટલા જુગારીયાઓ રંગેહાથે ઝડપાઇ જવા પામ્યા હતા. જેમા (૧) રૂપક જેસલભાઈ વસાવા ( રહે રઝલવાડા, તા, ઝધડીયા ) (૨) જેસીંગ ભાઇલાલભાઈ વસાવા ( રહે કોલીવાડા તા,નેત્રંગ. ) ( ૩) સંજય જેસીંગભાઈ વસાવા ( રહે મોટા માલપોર ) તમામ ની અંગ ઝડતી લેતા રોકડ રૂપિયા ૮૫૦/= દાવ પર ના રોકડા રૂપિયા ૪૫૦/= મળી કુલ્લે રૂપિયા ૧૩૦૦/= મુદામાલ જપ્ત કરી જુગારધારા એક્ટ હેઠળ અટકાયત કરી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી છે.
*વિજય વસાવા નેત્રંગ*
