December 26, 2024

નેત્રંગ  – રાજપારડી રોડ પર જેસપોર નજીક.કડીયાડુંગર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાશે.તા,૦૪-૦૪-૨૦૨૩ થી તા,૦૬-૦૪-૨૦૨૩ દરમિયાન સતત ચાલનારા ધાર્મિક કાર્યક્રમો.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ, તા,૦૧-૦૪-૨૦૨૩.

નેત્રંગ  – રાજપારડી રોડ  પર જેસપોર ગામ થી  અંદર ના રસ્તે આવેલ ઐતિહાસિક કડીયાડુંગર ખાતે ઉદાસીન અખાડાના બ્રહ્મલીન ગંગાદાસજી મહારાજના આશ્રમ ખાતે હનુમાન જયંતિની ઉજવણી નિમિતે ચાલનારા ત્રણ દિવસ સુધીના ધાર્મિક કાર્યક્રમોને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જેસપોર ગામથી અંદરના ભાગે ડુંગરાળ પ્રદેશ આવેલ છે, આ વિસ્તાર સહિત નેત્રંગ પંથક ના વિસ્તારને હેડંબા વન તરીકે ઓળખવામા આવે છે, પાંડવો એ વનવાસના સમયે આ વિસ્તારમાં આવેલ કડીયાડુંગર પર પોતાનુ નિવાસસ્થાન બનાવી રહ્યા હોવાના પુરાવા મળે છે, આ ડુંગર પર ભીમે હેડંબા સાથે લગ્નન કર્યા હોવાની કથા જાણવા મળે છે, આ પૌરાણિક ડુંગર ખાતે હરિદ્વાર ના મહાન સંત ઉદાસીન અખાડાના બ્રહ્મલીન ગંગાદાસજી મહારાજે પોતાની કમઁ ભૂમિ બનાવીને વષોઁ સુધી તપ સેવા કરી હતી,
  કડીયાડુંગર ખાતે છેલ્લા ૫૬ વર્ષ થી હનુમાન જયંતિ નિમિતે તેરસ, ચૌદશ, પુનમ એમ ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો થાય છે, જેને લઇ ને તા,૦૪-૦૪-૨૦૨૩ ને બુધવાર ને ચૈત્ર સુદ તેરસ ના રોજ વિષ્ણુયાગ, તા, ૫ને ગુરૂવાર ને ચૌદશના રોજ રુદ્ર યાગ તેમજ તા,૬ ને શુક્રવાર ને પુનમ ના રોજ નવચંડી તેમજ હનુમાન જયંતિ નિમિતે મારુતિ યાગ થશે, યજ્ઞ પુણાઁહુતિ બપોરના એક કલાકે અને ત્યાર બાદ મહાપ્રસાદી, ઉપરોક્ત ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન બહ્મલીન ગંગાદાસજી મહારાજ ના શિષ્યો તેમજ કડીયાડુંગર ટ્રસ્ટ થકી કરવામા આવેલ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed