November 21, 2024

ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ યથાવત

Share to


ભરૂચ જીલ્લામાં ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ કરવા છતાં ટ્રાફિકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ચોમાસાની સિઝન શરૂ થઈ જવા પામી છે પરંતુ બિસ્માર રસ્તાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે ભરૂચના ઝાડેશ્વર ચોકડી પર બ્રિજ હોવા છતાં પણ વધુ પડતાં વાહનો બ્રિજ નીચે થી પસાર થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે જેનાથી ભરૂચ અને અંકલેશ્વર ની જનતાને વધુ હાલાકી ભોગવવી પડી રહી છે
નિરાકરણના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં હળવા વાહનોનું અષાઢી બીજના દિવસે લોકાર્પણ કરવામાં આવેલ નર્મદામૈયા બ્રિજ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે જેથી સરદાર બ્રિજ અને કેબલ બ્રિજ પરથી વાહનોનું ભારણ અને ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે પરંતુ નર્મદા મૈયા બ્રિજ ખુલ્લો મૂક્યા બાદ પણ ટ્રાફિક જામની સમસ્યા યથાવત છે
તેનું મુખ્ય કારણ છે હાઇવે પરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાર થી જ તંત્રની કામગીરી સામે આવી રહી છે ભરૂચ થી નબીપુર તરફના બ્રિજો સહિતના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી રહ્યા છે જેને લઈને ગાડીઓની ગતિ ધીમી થઈ રહી છે અને હાઇવે પર એક બાદ એક ગાડીઓની લાઈનો થઈ રહી જોવા મળી હતી વાહન ચાલકો પોતાની સુજબૂજ વાપરીને બ્રિજ નીચે થી પસાર થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે જેનાથીભરૂચ અને અંકલેશ્વર ની જનતાને વધુ હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા લોક માંગ ઉઠી છે


Share to