November 21, 2024

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસથી ૬ દર્દીના મોત, એક્ટિવ કેસનો આંકડો ૮૬૦૦ ને પાર

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૨૫
ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જે આંકડા જાહેર કર્યા છે તે ચિંતાજનક છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યાનુસાર દેશમાં એક જ દિવસમાં કોવિડ-૧૯ના ૧૫૯૦ કેસ નોંધાયા છે. જે છેલ્લા ૧૪૬ દિવસમાં સૌથી વધુ છે. જ્યાર પછી એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૮,૬૦૧ થઈ ગઈ છે. વાયરલ બીમારીના કારણે દર્દીના મૃત્યુ પણ થયા છે જેના કારણે મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૨૪ થઈ ગયો છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં છ વધુ મૃત્યુ થયા છે. જેમાંથી ત્રણ મહારાષ્ટ્રમાં છે અને એક-એક કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં છે. મંત્રાલયે આ ડેટા શનિવારે અપડેટ કર્યો હતો. પોઝિટિવીટી રેટ ૧.૩૩ ટકા નોંધાયો છે. નવા કેસ સાથે ભારતમાં કોવિડ -૧૯ ના કેસની સંખ્યા વધીને ૪,૪૭,૦૨,૨૫૭ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૪૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. જાે કે અહીં ફેબ્રુઆરી મહિનામાં એક પણ દર્દીનું મોત થયું ન હતું પરંતુ માર્ચ મહિનામાં ત્રણ મૃત્યુ થતા અહીં કુલ ૧૩ દર્દીઓના મોત થયા છે. મુંબઈની વાત કરીએ તો અહીં ૮૬ નવા કેસ નોંધાયા છે જેમાંથી ૩૩ દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


Share to

You may have missed