લોકેશન – ગોધરા, પંચમહાલ
એન્કર- ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમા આવેલી સત્યનગર સોસાયટીમાં રહેતી ૧૩ વર્ષીય માહી પરમારે માત્ર પંચમહાલ જીલ્લા જ નહી પણ આતંરરાષ્ટ્રીય લેવલે નામ રોશન કર્યુ છે.ગોધરામા આવેલા કેન્દ્રીય વિદ્યાલયમા ધોરણ નવમા અભ્યાસ કરતી માહી પરમારે સ્ટેન્ડીંગ બાઈસિકલ ક્રન્ચીસમાં એક મોટો રેકોર્ડ કાયમ કર્યો છે.અને અગાઉના રેકોર્ડને પણ તોડ્યો છે.જેને લઈને ઈન્ટનેશનલ બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા માહી પરમારને મેડલ આપીને સન્માનિત કરવામા આવ્યા છે.
વીઓ- પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમા આવેલી સત્ય.નગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ પરમાર વ્યવસાયે ટ્યુશન શિક્ષક છે.તેમના પત્ની હાઉસવાઈફ છે.તેમના સંતાનોના એક પુત્ર નેત્ય અને પુત્રી માહી છે.જેમા તેમની પુત્રી ગોધરાની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે. માહી પોતાના શરીરને ફિટ રાખવા ઉપર ખાસ ધ્યાન આપે છે.જેમા તેને સોશિયલ મીડીયા ઉપર વિડીયો જોઈને તેને એક પ્રકારની શારીરીક કસરત જેને સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીંસ પર હાથ અજમાવાનુ શરૂ કર્યુ છે. જેમા તાલીમ બાદ માહીએ તે પ્રકારની કસરત પર પ્રભુત્વ મેળવી લીધુ. જેમા માહી પરમારે સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીંસમા એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યા છે.આ આ પહેલા જુનો રેકોર્ડ ૧ મીનીટમાં ૧૨૭નો હતો.જેને માહી પરમારે ૧ મીનીટમાં ૧૫૧ સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્સીસ કરીને અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યોછે.જે એક ઈન્ટરનેશનલ રેકોર્ડ છે.જે રેકોર્ડ લઈને સન્માન પણ કરવામા આવ્યુ છે.જેમા ઈ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમા માહી પરમારની આ અનોખી સિધ્ધીની નોંધ લેવા પામી છે. માહી આ ઉપંરાત કરાટેમાં જુડો ચેમ્પીયન છે જેમા જીલ્લા લેવલેથી માંડીને ઈન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાઓમા ભાગ લીધો છે.જેમા બ્રોન્સ તેમજ સિલ્વર મેડલ મેળ્વયા છે. પિતા નરેન્દ્રભાઈ જણાવે છે.મારી દીકરીએ ઈન્ટરનેશનલ રેકોર્ડ બનાવા બદલ હુ ગર્વ અનુભવુ છુ,માત્ર ગોધરા જ નહી પણ દેશનુ નામ રોશન કર્યુછે.
રિપોર્ટર = દક્ષેશ મૈયાત્રા પંચમહાલ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો