November 21, 2024

વાપીથી શામળાજી ધોરીમાર્ગના નિમૉણમાં જમીનસંપાદન બાબતે ખેડુતોમાં રોષનેત્રંગ તાલુકાના ૧૨ ગામોના ખેડુતોને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વિરોધ નથી.પરંતુ વળતરનો વિરોધ છેએક્સપ્રેસ-વે મુજબ ખેડુતોને વળતર મળવું જોઈએ.ગ્રામસભામાં ઠરાવ કરાશે નહી.

Share to




ભરૂચ જીલ્લાના નવ તાલુકામાંથી એકમાત્ર નેત્રંગ તાલુકામાંથી જ બે વાપીથી શામળાજી અને અંકલેશ્વર-બુરહાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે.જેમાં કેન્દ્ર સરકાર ધ્વારા વાપીથી શામળાજી ૨૦૮ કિ.મી અને ચાર માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગના નવીનીકરણ માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવતા આદિવાસી વિસ્તારના રહીશોમાં ચહલપહલ મચી જવા પામી છે.

નેત્રંગ ચારરસ્તા ઉપરથી ઓવરબ્રીજ અને ચાર માર્ગીય ધોરીમાર્ગનું નિમૉણ કરવાનું હોવાથી નેત્રંગ તાલુકાના મોવીથી કવચીયા ગામ સુધીના ૧૨ ગામોના ખેડુતોની જમીનસંપાદન કરવાની જરૂર પડશે.જમીનસંપાદન બાબતે નેત્રંગ તાલુકાના કેટલાક ગામોના ખેડૂતમાં કહી ખુશી કહી ગમનો માહોલ જણાઇ રહ્યો છે.મોટેભાગના ખેડુતો રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વિરોધ કરી રહ્યા નથી.પરંતુ કેન્દ્ર સરકાર ધ્વારા જે વળતર ચુકવણીના ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે તેનો સખત વિરોધ જણાઇ રહ્યો છે.ગામે-ગામના ખેડુતો રાજ્યના અન્ય શહેરોમાં જે એક્સપ્રેસ-હાઇવેનું નિમૉણ થયું છે.ત્યારે ખેડુતોને જમીનસંપાદન બાબતે વળતરની ચુકવણી થઇ છે તેજ રીતે ખેડુતોને વળતર મળવું જોઈએ તેવી માંગ ઉઠી છે.૧૨ ગ્રા.પંચાયત વાપીથી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિમૉણ બાબતે ગ્રામસભામાં કોઇપણ પ્રકારનો ઠરાવ કરાશે નહી તેવું ખેડુતોએ જણાવ્યું હતું.

*DNS NEWS વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed