ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જરોઇ ગામે રહેતી ૫૫ વર્ષીય સુમિત્રાબેન વસાવા નામની આધેડ મહિલા ગતરોજ પોતાના બકરા ચરાવવા ગઇ હતી. આ મહિલા મોડે સુધી ઘેર પરત નહિ આવતા તેના પરિવારજનોએ મહિલાની શોધખોળ આરંભી હતી. દરમિયાન રાતના ખબર મળી હતીકે આ મહિલા ઉમરવા ગામની સીમમાં એક ખેતરમાં મૃત હાલતમાં પડેલ છે. મહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી.
આ મહિલાના ગળામાં સાડીનો ટુંપો બાંધેલ હતો. અને મહિલાના બન્ને પગના ચંપલ છુટાછવાયા પડેલા હતા. મૃતકના પરિવારજનોએ ઉમલ્લા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતું જે સ્થળેથી મહિલાનો મૃતદેહ મળ્યો તે સ્થળ આમલેથા પોલીસની હદમાં હોઇ મહિલાના મોત બદલ મૃત મહિલાના પુત્ર રાજુભાઇ શાંતિલાલ વસાવા રહે.ગામ જરોઇ તા.ઝઘડિયાનાએ આમલેથા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. કોઇ અજાણ્યા ઇસમે કોઇ કારણોસર આ આધેડ મહિલા ગળામાં સાડીનો ટુંપો આપીને તેની હત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. હાલતો આ આધેડ મહિલાના મોત બદલ રહસ્ય સર્જાયું છે. મહિલાની હત્યા કોણે કરી છે તેની સાચી હકિકત પોલીસ તપાસ બાદજ બહાર આવશે, એમ હાલતો જણાઇ રહ્યું છે.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો