જૂનાગઢના દિવાન ચોકમાં આવેલી ઐતિહાસિક ઇમારતોના હાલ સદંતર બેહાલ થઈ ચૂક્યા છે.એક સમયે દિવાન ચોકમાં આવેલી આ તમામ ઇમારતો શહેરની ઓળખ સમી હતી.કલેકટર કચેરી સહીત મોટાભાગની સરકારી કચેરીઓ આ વિસ્તારમાંથી શહેરના અન્ય વિસ્તારમાં ખસેડવામાં આવી ત્યાર બાદ આ ઇમારતોની કોઈ ચોક્કસ કાળજી રાખવામાં આવી નથી. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ તમામ ઇમારતોનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને જાળવણી કરાય તો ફરી પાછા દિવાન ચોકમાં આવેલી આ તમામ ઐતિહાસિક ઇમારતો આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે.
આ મામલે જવાબદાર તંત્ર દૃઢ ઈચ્છાશક્તિ દાખવી સત્વરે કોઈ કાર્યવાહી કરે તે જૂનાગઢના હિતમાં સમાયેલું છે.રાજ્ય સરકાર દ્વારા જે રીતે રાજ્યની અનેક ઐતિહાસિક ધરોહરની જાણવણી માટે સહાય જાહેર કરવામાં આવે છે.જે અંતર્ગત જૂનાગઢની આ તમામ ઇમારતો માટે પણ કોઈ સહાય જાહેર કરાઈ તેવી શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ દ્વારા માંગ કરવા મા આવી છે.
વધુ મા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલ દ્વારા જણાવ્યું કે ક્યારે આવશે જુનાગઢ ની ઐતહાસિક ઇમારતોના “અચ્છે દિન”?
શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જો આ ઐતિહાસિક ઇમારતોનું તાત્કાલિક પણે સમારકામ કરવામાં નહીં આવ્યો તો જૂનાગઢના લોકોને સાથે લઈ ગાંધી સિંધ્યા માર્ગે જન આંદોલન કરીશું.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો