ઝગડીયા વનવિભાગના અધિકારી ને અનેક રજૂઆતો કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી :સ્થાનિકો
આઠ દિવસમાં બીજી વખત ખેત મજૂરી કરતી મહિલા પર દીપડા દ્વારા હુમલાનો બનાવ સામે આવતા દીપડો આદમખોર બની ગયો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ થઈ રહ્યું છે..
ગત તારીખ 25-12- 2022 ના રોજ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ખેતરમાં કપાસ વીણતી મહિલા પર દિપડાએ અચાનક હુમલો કર્યો ત્યારબાદ મહિલા સાથે રહેલા અન્ય વ્યક્તિઓ દ્વારા દીપડાના ચંગુલમાંથી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી, એવીજરીતે આજરોજ ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે કંચનભાઈ માછી નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરી રહેલ મહિલા રમીલાબેન અમરસિંહ વસાવા ને દીપડાએ અચાનક પાછળથી આવી જીવલેણ હુમલો કર્યો હતો, દીપડાએ મહિલા પર હુમલો કરતા આસપાસ રહેલા લોકોએ આ મહિલાને દીપડા નો સીકાર બનતા બચાવી હતી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ઉમલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બનાવમાં મહિલાને જાંગના ભાગે તેમ જ કમરના ઉપર ના ભાગે ઇજાઓ પહોંચી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે સરશાળ વેલુગામ, ઇન્દોર, પાણેથા જેવા વિસ્તારમાં વારંવાર માનવીઓ પર દીપડાના હુમલાથી ખેડૂતો ભયભીત બન્યા છે આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર વન વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ફક્ત એક પીંજરું મૂકી સન્તોષ માની બેસી રહે છે અને બીજી વાર તે વિસ્તારમાં જોવા સુધા જતા નથી અને કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે…
સ્થનીકો દ્વારા આ બાબતે ઝગડીયા વન અધિકારી ને આડેહાથ લેતા મીડિયા ને જાણવ્યુ હતું કે જો ટૂંક સમયમાં આ દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને ઝઘડિયા વનવિભાગની ઓફિસ પર સમગ્ર ગ્રામજનો ભૂખ હડતાલ પર બેસીશું તેમ વેલુંગામના ડેપ્યુટી સરપંચ અસ્વજીતસિહ રણજીતસિંહ પજરોલિયા દ્વારા જાણવામાં આવ્યું હતું.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો