November 21, 2024
Share to



* ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ ઇજાગ્રસ્તોની મુલાકાત કરી

* આજે નેત્રંગ બંધનું એલાન કયુઁ,આરોપીની ધરપકડની માંગ

તા.૨૩-૭-૨૦૨૧ નેત્રંગ.

નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ મોવી ગામે બસસ્ટેન્ડ પાસે પરષોતમ મોતીસિંગ વસાવાની દુકાન આવેલ છે.જે દુકાન પાસે નેત્રંગના મોહસીન હકીમ પઠાણ અને તેનો છોકરો પોતાની ગાડીમાં રાજપીપપળા તરફથી આવી દુકાનની બાજુમાં જ પીકઅપ બસસ્ટેન્ડમાં પાણીના પનીયારા પાસે પેશાબ કરતા હતા.તેમને પાછળના ભાગે પેશાબ કરવાનું જણાવ્યું હતું.ત્યારે અચાનક ઉશ્કેરાટમાં આવીને જાતિવિષયક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ગાડીમાંથી લાકડી,હોકી અને લોખંડના પાઈપ જેવા મારક હથિયારો કાઢીને માર મારી અને તોડફોડ કરીનઃ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઈ ગયા હતા.આ બાબતે રાજપીપલા પો.સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ થતાં પોલીસે આગળની તપાસ હાથધરી હતી.

મોવી ગામે થયેલ માથાકુટના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા હતા.જેમાં નેત્રંગ તાલુકા બીટીપી-બીટીએસના આગેવાનોએ આરોપીઓને ધરપકડ,માર નાખવાની ધમકી અને રાજકીય કિન્નાખોરી રાખી ખોટા કેસો કરાવા બાબતે નેત્રંગ મામલદારને આવેદનપત્ર આપવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.ત્યારબાદ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ નેત્રંગના મોવી ગામે ઇજાગ્રસ્તો પરીવારના સભ્યોની મુલાકાત કરી પોલીસ આરોપીઓની ધરપકડ તાત્કાલીક કરે તેવી માંગ સાથે નેત્રંગ બંધનું એલાન ચીમકી ઉચ્ચારતા સમગ્ર વિસ્તારની પ્રજામાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed