November 21, 2024

માનવતાની મહેક પ્રસરાવતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીના ઉર્સ- મેળાનો ૨૪થી આરંભ

Share to



ઘેર ઘેર ગાય પાળો, ઘેર ઘેર વૃક્ષો વાવો, કોમી એકતા,શિક્ષણ મેળવો, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, ઘેર ઘેર વ્યસનમુક્તિ તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયાં માંગરોળની ગાદી કે જેઓના વડીલ સંતો એ ભારત વર્ષમાં પાછલા ૭૫૦ વર્ષ પૂર્વે માનવતા અને કોમી એકતાને પ્રાધાન્ય આપવાનું કામ આરંભ્યું હતું.
આ પવિત્ર ગાદીના વડીલોએ રાજાશાહીનો ત્યાગ કરી ફકીરી અપનાવી હતી, અને આટલા વર્ષો બાદ પણ અહીંના પરંપરાગત હાલના એકમાત્ર સજ્જાદાનશીન- ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી એ એજ પરંપરા જાળવી રાખી પૂર્વજોની ઢબે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યા છે.
આજ ઐતિહસિક પવિત્ર ગાદીનો દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી ઉર્સ મેળાનું આયોજન થાય છે. આ વર્ષે મેળો તારીખ 24/12 /2022 ના શનિ વારથી શરૂ થશે તથા તારીખ 25/ 12/ 2022 ના રવીવારના રાત્રે ચિરાગી થશે તથા રાબેતા મુજબ પંદર દિવસ સુધી ચાલશે.
તારીખ 24/ 12/ 2022 ના શનિ વારના રોજ હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી પોતાના રહેઠાણ પાલેજ થી 11:00 કલાકે મોટામિયાં માંગરોળ આવશે જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે ગામમાં ફરી 3:30 કલાકે વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના મુબારક હસ્તે સંદલ શરીફની વિધિ દરગાહ શરીફમાં થશે થશે, તેમના કુટુંબીજનો સહિત અકિદતમંદો જોડાશે, જયાં ભાઈચારો, કોમી એકતા માટે વિશેષ દુવાઓ પણ થશે. આ ઉર્સ દરમિયાન દેશ-વિદેશ તેમજ ગુજરાતના વિવિધ સ્થળોએથી અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડશે. ઉર્સ દરમિયાન કોમી એકતાના ભજન અને મહેફિલે સમા જેવા કાર્યક્રમ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાદીના મહાન સંત રાજ વલ્લભ રાજગુરુ હઝરત ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી ત્રીજાના સેવા કાર્યોની નોંધ બ્રિટીશ સરકારથી લઇ વિવિધ સંસ્થાઓ અને સર સયાજીરાવ ગાયકવાડ સહિત અન્ય મહાનુભાવોએ મોટામિયાં માંગરોલની ગાદી ખાતે આવી એમનું સન્માન કર્યું હતું, ત્યારબાદ તેઓના જયેષ્ઠ પુત્ર હઝરત ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબ ગાદી પર આવ્યા, તેઓ બાદ હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તીએ 1957 થી 2001 સુધી સતત ૪૫ વર્ષ સુધી સૌથી લાંબા કાર્યકાળ સુધી સેવા આપી હતી, તેમના પછી વર્ષ 2001માં પરંપરા અનુસાર તેઓના જયેષ્ઠ પુત્ર પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી વિધિવત ગાદી પર બિરાજમાન થયા અને આજ દિન સુધી સંપૂર્ણ સૂફી ઢબે વિવાદોથી દૂર રહી લોક સેવા કરી રહ્યા છે. તેઓ ઉર્સ દરમિયાન ૧૫ દિવસ સુધી મોટામિયા માંગરોળ મુકામે પૂર્વજોની ઢબે મુરીદ અથવા અનુયાયીઓ બનાવવાની પ્રક્રિયા પણ જાળવી રાખી છે.અહીં નોંધપાત્ર બાબત એ કે આ જ સ્થળની વડીલ સંતોની આજ્ઞા અનુસાર ગાદી તરીકે સ્થાપના કરવામાં આવી છે, જેનું વિશેષ મહત્વ હોય અહિંના તમામ સંતોના ઉર્સ એક જ દિવસે ઉજવવામાં આવે છે, જેને ખાનવાદાએ ચિશ્તીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગાદી પ્રેરિત ચાલતા ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, અધ્યાત્મ તથા સમાજસેવાના અનેક કાર્યો થઇ રહ્યા છે.
હઝરત ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા દ્વારા એક લાખ ગાયો પાળવામાં આવી હતી, આજે પણ આ સિદ્ધાંતને અનુસરીને અહીં ઘેર ઘેર ગાય પાળોના સંદેશ સાથે એક લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનો તથા ઘેર ઘેર વૃક્ષો વાવો જેવા અભિયાન પૂરજોશમાં ડો. મતાઉદ્દીન ચિશ્તીનાં નેતૃત્વમાં ચાલી રહ્યા છે. પંદર દિવસ દરમ્યાન વિવિધ કોમના લાખો લોકોનું માનવ મહેરામણ ઉમટશે.
ઉર્સ મેળા દરમિયાન અહીં ચિશ્તીયા નગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચગડોળ તથા મનોરંજનના સાધનો અને ખાણીપીણીના સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બને છે,જેનો અનેક લોકો લાભ ઉઠાવે છે, કોમી એકતાના આધ્યાત્મિક પર્વ દરમિયાન સ્થાનિકો અને તંત્ર પોતાનો સાથ સહકાર આપે છે તથા પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવે છે.


Share to

You may have missed