November 21, 2024

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા ૧૮ થી ૩૦ વર્ષના યુવક-યુવતીઓ માટે ઈન્ટરવ્યુના માર્ગદર્શનનો તાલીમ વેબિનાર યોજાશે

Share to


સુરત:ગુરૂવાર: યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર દ્વારા આગામી સમયમાં દક્ષિણ ઝોનકક્ષાના ઓનલાઈન ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ વેબિનાર યોજાશે. વેબિનાર દ્વારા તાલીમાર્થીઓને કારકિર્દીમાં ઉપયોગી થાય તે માટે અલગ-અલગ વિષયના તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા ૧૮ થી ૩૦ વર્ષની વયજૂથના યુવક-યુવતીઓએ (૧) નામ અને સરનામું, વોટ્સઅપ નંબર (ર) જન્મ તારીખ (પ્રમાણપત્ર સાથે), (૩) ઉંમર (વર્ષ,માસ,દિવસ) (૪) શૈક્ષણિક લાયકાત (૫) તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો (૬) આધારકાર્ડ નંબરની વિગતો સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, સુરત કચેરીથી રૂબરૂ ફોર્મ મેળવી લેવું. ફોર્મ સાથેની અરજી તા.૨૬/૦૭/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, C/O જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, નાવડી ઓવારા સામે, જૂની બહુમાળી બિલ્ડીંગ, પહેલો માળ, નાનપુરા-સુરતને સીધી મોકલવાની રહેશે સુરત જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.


Share to

You may have missed