September 6, 2024

નેત્રંગ પોલીસે ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે સટ્ટોડિયાઓને ઝડપી પાડ્યા હતા

Share to



નેત્રંગ-માંડવી રોડ ઉપર આવેલ બિસ્મિલ્લા હોટલ પાસે રહેતો ફિરોજ હમીદખાન પઠાણ પોતાના ઘરના ઓટલા ઉપર બેસી ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા ક્રિકેટ મેચ ઉપર ખેલાડીઓ પસંદ કરી ચિઠ્ઠી ઉછાળી સટ્ટો રમાડી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સટ્ટો રમતા સટ્ટોડિયા ફિરોજ હમીદખાન પઠાણ અને સુરેશ સોમા પરમારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to