———–
સુરતઃમંગળવારઃ- ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સંચાલિત સુરતની આઇ.ટી.આઇ. ફોર ડિસેબલ્ડ ખાતે દિવ્યાંગો માટે આઈ.ટી.આઈ.નો ડી.ટી.પી. કોર્ષ માટે વિનામૂલ્યે પ્રવેશકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેથી દિવ્યાંગ ઉમેદવારો તમામ જરૂરી સાધનિક પુરાવાઓ સાથે શ્રી સાઈ સમર્થ રેસિડન્સીની બાજુમાં, શારદાયતન સ્કૂલની પાછળ, લેકવ્યું ગાર્ડન સામે, ઉમરા ખાતે રૂબરૂમાં તેમજ http://www.disableindia.org વેબસાઈટ પર અરજી કરી શકે છે. કોર્ષ માટે શારીરિક ક્ષતિ ધરાવતા-અપંગો અને મૂકબધિરો (બહેરા-મૂંગા)ને વિનામુલ્યે તાલીમ અને તાલીમને લગતી તમામ સામગ્રી આપવા સાથે રહેવા-જમવાની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્ટેલ ઉપલબ્ધ છે. તાલીમ બાદ તાલીમાર્થીઓને નોકરી તેમજ સ્વરોજગારી અપાવવામાં પણ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવશે. વધુ વિગતો માટે મો.૯૯૯૮૯૬૩૧૪૨ ઉપર સંપર્ક કરવાં જણાવાયું છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.