ડેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલ ની જંગી જાહેરસભા, ભાજપ ને ઘરભેગી કરવા આહવાનછાસવારે આપ ના કાર્યક્રમો આડે રોડા નાંખતી અને આપ ના કાર્યકરો ઉપર હુમલા કરવતી ભાજપ હવે વિરોધપક્ષ મા બેસવા ની તૈયારી કરે: ગોપાલ ઇટાલિયા

Share to





અમારી સરકાર બનશે તો પેસા એક્ટ અને 5 મી અનુસૂચિ લાગુ કરીશું:અરવિંદ કેજરીવાલ

ઈકરામ મલેક (રાજપીપળા) દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે 25 હજારની જનમેદનીની જંગી જાહેરસભા સંબોધી હતી. ડેડીયાપાડા આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભાએ ભાજપ, કોંગ્રેસ અને બીટીપીની ચિંતામાં વધારો કર્યો છે.ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, નર્મદા જિલ્લા આમ આદમી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી આદિવાસી મોર્ચાના ઉપાધ્યક્ષ નિરંજન વસાવા, નાંદોદના ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવા, ડેડીયાપાડાના ઉમેદવાર ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ જાહેરસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે જનતા 27 વર્ષના ભાજપના શાસનથી કંટાળી ગઈ છે હવે બદલાવ માંગે છે. કેન્દ્ર સરકારે આઈબી ના 10 અધિકારીઓને ગુજરાતની સ્થિતિ જોવા મોકલ્યા હતા, એમણે કેન્દ્રમાં એવો રિપોર્ટ કર્યો છે કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં 90 થી 92 બેઠકો આવે છે.

ભાજપ સરકાર ગુજરાતને લુંટી લીધી, જનતાના બધા પૈસા ખાઈ ગઈ છે.સરકાર ખોટમાં ચાલે છે એમ નેતાઓ કહી રહ્યા છે પણ ગુજરાત સરકાર જનતા પાસેથી કરોડો રૂપિયા ટેક્ષ ઉઘરાવે છે તો સરકાર ખોટમાં કેવી રીતે ચાલી શકે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ભાજપ સરકારે 27 વર્ષમાં જેટલા પેસા ખાધા છે એટલે પેસા એમના મોઢામાં હાથ નાખી પાછા કાઢીશું, દરેક પૈસાનો હિસાબ માંગી જનતાના વિકાસ માટે ખર્ચ કરીશું.અમારા કોઈ પણ નેતા અથવા ચૂંટાયેલાં ધારાસભ્યો, સંસદ સભ્યો પૈસા ખાશે તો એમને જેલ ભેગા કરી દઈશું.

સરકારી કામ માટે તમારે કચેરીએ નહિ જવું પડે પણ ફોન કરવાથી સરકારી કર્મચારી તમારા ઘરે આવી તમારું કામ પતાવી જશે.ગુજરાતના તમામ પરિવારની જવાબદારી અમારી સરકારની રેહશે. હું ભાજપ ની જેમ તમને 30 હજાર કરોડ ની લાલચ નહીં આપું પણ જો અમારી સરકાર બનશે તો પ્રત્યેક પરિવાર ને 30 હજાર રૂ નો લાભ જરૂર મળશે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમા અમે પેસા એક્ટ અને 5 મી અનુસૂચિ લાગુ કરીશું.અમારી સરકાર આવ્યા પછી ગ્રામ સભાની મંજૂરી વગર કોઈ પણ કામ થઈ શકશે નહિ એવી જોગવાઈ કરીશું.ભાજપ કોંગ્રેસ વચ્ચે ઈલુ ઈલું ચાલે છે, રાત્રે 12 વાગે ભાજપ કોંગ્રસના નેતાઓ મિટિંગ કરી આમ આદમી પાર્ટીને કેવી રીતે હરાવવી એની રણનિતી બનાવે છે.


Share to

You may have missed