September 7, 2024

વિદેશી દારૂ ના વેપલા મા છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા બે બુટલેગરો ને ઝડપી લેતી નેત્રંગ પોલીસ.

Share to



પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા, ૨૦ જુલાઇ ,૨૦૨૧.

વિદેશી દારૂ ના વેપલા મા છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા બે બુટલેગરો ને નેત્રંગ પોલીસે ઝડપી પાડીને જેલમાં ધકેલી દેતા, નેત્રંગ પંથક મા પોલીસ ચોપડે નોંધાયેલ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપી ઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
નેત્રંગ પોલીસ સ્ટેશન ના પી એસ આઇ એન જી પંચાણી ને બાતમી મળેલ કે નેત્રંગ પોલીસ સ્ટેશન મા ગુના રજીસ્ટર મા નોંધાયેલ પોહીબીશનના ગુના મા છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપી ઓમાં ૧,મહારાષ્ટ્ર ના નંદુબાર જીલ્લા ના અંકકલકુવા તાલુકા ના ખાપર ગામનો વિનોદ ઉઁફે મુનો મધુકરભાઈ પાડવી ખાપર ચોકડી ખાતે કીશાન બેટરી પાસે આવેલ હોવાની બાતમી આધારે રેડ કરી ઝડપી લીધો હતો, બીજો આરોપી નમઁદા જીલ્લા ના સાગબારા ના પંચાયત ફળીયા ખાતે રહેતો આરોપી કુણાલ ઉફે કંચન કુષણલાલ સાગબારા ખાતે નેશનલ હોટલની સામે અરમાન ગેરેજ પાછળના ભાગે રોકાયેલ હોવાની બાતમી ના આધારે રેડ કરી તેને પણ ઝડપી લીધો હતો. આમ નેત્રંગ પોલીસ દ્વારા એક જ દિવસમાં વિદેશીદારુ ના વેપલામા છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા બે આરોપી ઓને ઝડપી પાડી જેલના હવાલે કરવામાં આવ્યા છે.


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed