દિવમાં સેંકડો ગરીબ જરૂરિયાતમંદ પરિવારજનોને ફરસાણ તેમજ મિષ્ટાન્ન કીટ આપવામાં આવી : ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહે મદદગારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
દીવ : કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી લોકોના ધંધા રોજગાર ઠપ્પ હતા. આ વર્ષે તમામ તહેવારોમાં લોકોએ મનભરીને ઉજવણીઓ કરી છે. જો કે એક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો હજુપણ કોરોનાની અસરથી ઉગરી શક્યા નથી. ત્યારે બે વર્ષ બાદ તેમના ચહેરા ઉપર જોવા મળતી ઉદાસી દૂર કરવા માટે અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવામાં દીવ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક કાર્યો સાથે સંકળાયેલા અને ગુજરાત પ્રણામ નામે દિવમાંથી સમાચારપત્ર બહાર પાડતા મહિલા તંત્રી ભાવના ધવલ શાહ દ્વારા આવું જ એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીના સમયને ભૂલી માનવતાના સમયની ઉજવણી કરવાનો એક મોકો તેઓએ પોતે પણ ઝીલ્યો હતો સાથે અન્યોને પણ મદદ માટે ભાગીદાર બનાવ્યા હતા. ભાવના શાહે દિવમાં વસવાટ કરતા સેંકડો ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે અને તેમની દિવાળી ખુશખુશાલ જાય તે માટે તેઓને ફરસાણ તેમજ મિષ્ટાન્નની કીટ આપી હતી. આ સાથે જ અમુક જરૂરિયાત મંદ પરિવારના બહેનોને નવી સાડી પણ આપવામાં આવી. જરૂરિયાતની વસ્તુઓ મળતા આ પરિવારના બાળકો તેમજ મહિલાઓના ચહેરા પર ખુશી ઝળહળી ઉઠી હતી.
આ કાર્ય સાથે ભાવના શાહને એનઆરઆઈ લોકોનો પણ સાથ સહકાર મળ્યો હતો. ઉપરાંત સ્થાનિક મિત્ર વર્તુળોએ પણ તેમની ખૂબ આર્થીક મદદ કરી હતી. ભાવના શાહની સાથે તેમના મીત્ર સેજલબેન પારેખની પણ મદદ મળી હતી. તેઓએ ગરીબોને કીટ આપવામાં સહાય કરી હતી. આ સત્કાર્યોમાં તેમની મદદ કરનાર તમામ લોકોનો ભાવના શાહે આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં સામે મદદ કરનારાઓએ પણ આવતા દિવસોમાં આ કરતા પણ વધુ ઉમદા કાર્ય ભાવનાબેન કરે તેવી શુભેચ્છાઓ તેમને પાઠવી હતી.
પાર્થ વેલાણી
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,