November 21, 2024

ડેડીયાપાડા ના ત્રણ યુવાનો એ ટ્રક ચાલક ને રસ્તે રોકી લૂંટ ચલાવી, પણ પકડાઈ ગયાં!!

Share to



ઇકરામ મલેક:રાજપીપળા

ગત તારીખ 5 સપ્ટેમ્બર 2022 ના ખેડા જિલ્લા ના ટ્રક ચાલક પોતાની ટ્રક લઈ ડેડીયાપાડા હાઇવે થી પસાર થતા ગંગાપુર પાસે મોપેડ ઉપર આવેલ ત્રણ યુવાનો એ સાંજ ના સુમારે રસ્તા વચ્ચે મોપેડ થોભાવી હાથ મા પથ્થરો લઈ ટ્રક રોકાવી ચાલક અને ક્લીનર ને માર મારી રોકડા રૂ.2500 અને 5 હજાર કિંમત ના મોબાઈલ ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ બાબત નીં પોલીસ ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાતા નર્મદા પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા પોલીસ મથક ના પો.સ.ઈ શ્રી એમ.બી ચૌહાણ અને LCB સ્ટાફ ના માણસો એ ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે લૂંટ કરનાર આરોપી યુવાનો ની ઓળખ મેળવી હતી અને (1) નિરંજન ઉર્ફે નિરુ રમેશભાઈ વસાવા રહે.કેવડી સ્ટેશન ફળિયું તા.ડેડીયાપાડા (2) મિતેશ રામા વસાવા રહે.આંબાવાડી, બુટવાલ ફળિયા ડેડીયાપાડા (3) જીગ્નેશ ચીમન વસાવા રહે.આંબાવાડી, બુટવાલ ફળિયા ડેડીયાપાડાનાઓ ને લૂંટ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.

સદર કેસ ની તપાસ પો.સ.ઈ શ્રી એમ.બી ચૌહાણ કરી રહ્યા છે.


Share to

You may have missed