September 18, 2024

વેક્સિન લેવી છે…! મળતી નથી:હળવદમાં લોકો સવારથી રસી લેવા લાઇનમાં ઉભા રહે, 4 કલાક પછી જવાબ મળે કે આવતીકાલે આવજો..

Share to


આરોગ્ય કેન્દ્રની સંખ્યામાં રોજ વધઘટ અને મર્યાદિત ડોઝના લીધે રસી માટે આવતા લોકોને ધક્કો, લોકો જાગ્યા તો હવે તંત્ર ઢીલું પડ્યું કેન્દ્રનો સમય સવારે 9 થી 1નો સામાન્ય રીતે હોય છે પરંતુ રસી જ ન હોય તો ચાલુ રાખીને પણ શું કરવાનું…?

હળવદ તાલુકામાં વેક્સિનનો જથ્થો ખૂબ જ મર્યાદિત આવતો હોવાથી અનેક લોકોને વેક્સિન ન મળતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પ્રથમ ડોઝ તો ઠીક પરંતુ બીજા ડોઝ માટે મેસેજ આવી ગયો હોવા છતાં ન મળતાં લોકોને ધરમનો ધક્કો થઈ રહ્યો છે. શહેરમાં ઓછા ડોઝને કારણે લોકો સવારે છ વાગ્યાથી લાઈનમાં રસી લેવા ઉભા રહી જાય છે.

શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ ,જ્યારે માલનીયાદમાં 100,
રણમલપુરમાં 100 ડોઝ ફાળવાયા હતા. આ તમામ કેન્દ્ર પર અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનારા માટે ૧૦ ટકા જ્યારે બાકીના ૧૮ થી ૪૪ અને ૪૫ થી ઉપરની વયના માટે પ્રથમ તથા બીજો ડોઝ માટે આપવામાં આવ્યો હતો જેના કારણે વહેલી સવારથી રશી લેવા સવારથીલાંબી કતારોજોવામળે છે આથી લોકોને ધક્કા થયા હતા.

પાર્થ વેલાણી


Share to

You may have missed