September 18, 2024

કેવડીયા રેલવે સ્ટેશન ની છત નું કામ કરતા પટકાયેલા શ્રમિક નું મૌત

Share to

પટકાયેલા શ્રમિક એ કામ કરતી વેળા હેલ્મેટ પહેર્યું હતું કે કેમ એ સવાલ નો જવાબ આપવા કોઈ તૈયાર નહીં

દેશ ના પ્રથમ ઈકો રેલ્વે સ્ટેશન છત ટોકતે વાવાઝોડા ની ઝપટે ચડતા કાગળ ની જેમ ઉડી હતી


પ્રતિનિધી રાજપીપળા:ઈકરામ મલેક


નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાના રસ્તે કેવડીયા રેલવે સ્ટેશન કે જે દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન હોવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું અને વડાપ્રધાન મોદી દ્વાર લોકાર્પણ કરાયું હતું થોડા સમય પહેલા ગુજરાત ઉપર ત્રાટકેલા વાવાઝોડા ની અસર ને કારણે કેવડીયા રેલવે સ્ટેશન ની છત કાગળની જેમ ઊડી જતા ભારે ચર્ચાસ્પદ બન્યું હતું આ  મરામત કરતાં શ્રમિક જયસુખ વિરજી વેકરિયા ઉ.વ 50, રહે. રાજદીપ એપાર્ટમેન્ટ સુરત સામાન લઈ ઉપર ચડતી વખતે પગ લપસી જતાં નીચે પટકાતા મૌત નિપજ્યા ની અકસ્માત નોંધ કેવડીયા પોલીસ મથકે નોંધાવા પામી છે.


  અહીંયા ઉલ્લેખનિય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુ બાંધકામ ની સંખ્યાબંધ સાઇટો ચાલતી હોઈ ને એમાં કામ કરતા શ્રમિકો ને સલામતી ના સાધનો આપવામાં આવે છે કે કેમ? એ બાબતે તંત્ર તરફ થી તપાસ થવી આવશ્યક છે. આ કિસ્સામાં પણ પટકાઈ ને મૌત પામતા શ્રમિક એ માથા ઉપર હેલ્મેટ પહેર્યું હતું કે નહીં એ બાબતે ખબર આપનાર પારિતોષિક મકવાણા ને પૂછતા તેઓ આ બાબતે પોતે અજાણ હોવાનું રટણ કર્યું હતું.


Share to

You may have missed