November 21, 2024

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે સ્વ શાસન દિનની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી.

Share to



પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકૃતિ ની ગોદ માં આવેલ શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મ દિન નિમિત્તે કરવામાં આવતા શિક્ષક દિન ની ઉજવણી ના ભાગ રૂપે સ્વ શાસન દિન ની ઉજવણી કરવામાં આવી. આજ રોજ શાળાનું સમગ્ર સંચાલન શાળાના વિદ્યાર્થી-શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું.શાળાના વિદ્યાર્થીઓ એ પણ વિદ્યાર્થી-શિક્ષકને સારો સહકાર આપ્યો હતો. આજના સ્વ શાસન દિનની વિશેષતા એ હતી કે દરેક વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વર્ગ શિક્ષક ને શાળા માટે ની ભેટ આપી આશિર્વાદ મેળવ્યા હતા. આજના આખરી તાસ માં શાળાના પટાંગણમાં વિદ્યાર્થી સભા યોજાઈ હતી. જ્યાં વિદ્યાર્થી-શિક્ષક દ્વારા પોતાના પ્રતિભાવ અનુભવ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય શાહિદ શેખ નાએ વ્યક્તિ ના જીવન માં શિક્ષકનું મહત્વ અને વિદ્યાર્થી ની પ્રગતિ પાછળ શિક્ષકના બલિદાન ને સમજાવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી ના જીવનમાં શિક્ષક માઈલ સ્ટોન નું કામ કરે છે. વિદ્યાર્થીઓ ને હર હંમેશ એમની મંજિલનું અંતર બતાવી સાચી રાહ ચિંધે છે. અંતમાં આચાર્યશ્રી શાહિદ શેખ દ્વારા વિદ્યાર્થીઓ પાસે નિયમિતતા, શિસ્ત, સંસ્કાર ના સંકલ્પ ના રૂપમાં ગુરૂ દક્ષિણા સ્વીકારવાનું જણાવતા હાજર તમામ વિદ્યાર્થીઓ એ સામુહિક સંકલ્પ લીધા હતા. કાર્યક્રમનું સુંદર આયોજન તથા સંચાલન શ્રી એ.ડી. વણકર દ્વારા કરવામાં આવ્યુ હતું.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed