November 20, 2024

માંડવી ધોબણી નાકા પાસે બિલ વિનાનો અનાજ અને તુવેરદાળનો જથ્થો ઝડપી પાડયો.અનાજ અને ટેમ્પો ની કિંમત મળી કુલ રૂ. ૫,૪૨,૪૫૦/મુદ્દામાલ ઝડપી પાડયો.

Share to



રિપોર્ટર… નિકુંજ ચૌધરી


માંડવી નગરમાં આવેલ ધોબણી નાકા પાસે પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ટેમ્પોમાં પ્લાસ્ટિકની બેગમાં અનાજનો જથ્થો હોવાથી બિલ નું ચલણ માંગતાબિલ ન હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ટેમ્પો અને અનાજનો જથ્થો કુ રૂ. ૫,૪૨૦૦૦/ નોમુદ્દામાલ ઝડપી પાડતા સસ્તા અનાજના સસ્તા અનાજના દુકાનદારો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ હેમંત પટેલ ની સુચના મુજબ માંડવી ટાઉન જમાદાર મુકેશ ચૌધરી મોડી સાંજે પોલીસ સ્ટાફ સાથે ધોબની નાકા પાસે મોડી સાંજે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઝંખવાવ રોડ પરથી ટેમ્પો ન.(MH_25-U-8686) રોકવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની બેગમાં અનાજ ભરેલો જથ્થો ભરેલ હતો. પૂછપરછ કરતા ટેમ્પો ચાલક લિમ્બા ભોપા ભરવાડ (ઉંમર ૪૦) રહેવાસી ઉમરપાડા રેલ્વે સ્ટેશન નજીક ઉમરપાડા નામુરલીધર ટ્રેડિંગ માલિક મેઘાભાઈ મુમાભાઈ ભરવાડે ટેમ્પો માં અનાજનો જથ્થો માંડવી મનીષ કિરાણા ચોર ખાતે ખાલી કરવા નો જણાવ્યું હતું. આમ અનાજ અને ટેમ્પો મળી કુલ રૂ.૫,૪૨૦૦૦/ મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો છે. આમ અનાજનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


Share to

You may have missed