November 21, 2024

ઓવૈસીએ વડાપ્રધાન મોદીજી પર કટાક્ષ કરતા કહ્યુંભારતમાં મોંઘવારી મોગલો અને મુસ્લિમોના લીધે છે ઃ ઓવૈસી

Share to



(ડી.એન.એસ)હૈદરાબાદ,તા.૦૬
હૈદરાબાદના સાંસદ અને છૈંસ્ૈંસ્ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પેટ્રોલના વધતા જતા ભાવ પાછળ તાજમહેલને જવાબદાર ગણાવ્યો છે. ભાજપ અને કેન્દ્ર સરકાર પર હંમેશા હુમલા કરનાર ઓવૈસીએ ટોણો મારતાં કહ્યું કે તાજમહલ ન હોત તો આજે પેટ્રોલની કિંમત આટલી ન હોત. ઓવૈસીએ કહ્યું કે શાહજહાંએ તાજમહેલ ન બનાવ્યો હોત તો આજે પેટ્રોલની કિંમત ?૪૦ પ્રતિ લીટર હોત. ઓવૈસીએ સત્ત્તારૂઢ દળ પર દેશની તમામ સમસ્યા માટે મુઘલો અને મુસલમાનોને જવાબદાર ગણાવવાનો આરોપ લગાવતાં કહ્યું કે ‘દેશમાં યુવાનો બેરોજગાર છે, મોંઘવારી વધી રહી છે. ડીઝલ ૧૦૨ પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. હકિકતમાં આ બધા માટે ઔરંગજેબ જવાબદાર છે (પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી) નહી. બેરોજગારી માટે સમ્રાટ અકબર જવાબદાર છે. પેટ્રોલ ૧૦૪- ૧૧૫ પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. તેની પાછળ જેને તાજમહેલ બનાવ્યો તે જવાબદાર છે. તેમણે કહ્યું ‘જાે તેમણે (શાહજહાં) તાજમહેલ બનાવ્યો ન હોત, તો આજે પેટ્રોલ ૪૦ રૂપિયામાં વેચાતું. પ્રધાનમંત્રી જી, હું સ્વિકારું છું કે તેમણે (શાહજહાંએ) તાજમહેલ અને લાલ કિલ્લો બનાવીને ભૂલ કરી હતી. તેમને તે પૈસાને બચાવી સોંપી દેવા જાેઇતા હતા. ૨૦૧૪ માં આ મોદીજીને સોંપી દેવા જાેઇતા હતા. દરેક મુદ્દે તે કહે છે કે મુસલમાન જવાબદાર છે, મુઘલ જવાબદાર છે.’ ઓવૈસીએ પૂછ્યું ‘શું ફક્ત મુઘલોએ ભારત પર શાસન કર્યું? અશોકે નહી? ચંદ્રગુપ્ત મૌર્યએ નહી? પરંતુ ભાજપ મુઘલોને જાેઇ શકે ચે. તે એક આંખથી મુઘલોને જુએ છે. બીજી તરફ પાકિસ્તાન. ઓવૈસીએ કહ્યું કે ભારતના મુસલમાનોનું મુઘલો અને પાકિસ્તાન સાથે કોઇ લેવા દેવા નથી. અમે (મોહમંદ અલી) જિન્નાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો અને આ વર્ષે આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવીશું. આ દેશના ૨૦ કરોડૅ મુસલમાનો આ વાતના સાક્ષી છે કે તેમના પૂર્વજાેએ જિન્નાના પ્રસ્તાવને નકારી કાઢ્યો અને ભારતમાં જ રહ્યા. ઓવૈસીએ કહ્યું કે ભારત અમારો વ્હાલો દેશ છે. અમે ભારત છોડીશું નહી. ભલે તમે ગમે તેટલા નારા લગાવી લો, અમને જવાનું કહો. અમે અહીં જ રહીશું અને અહીં જ મરીશું.’



Share to

You may have missed