છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી અને સંખેડા તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના વિશાળ પટમાંથી આડેધડ થતા રેતખનનનો વિવાદ લાંબા સમયથી ચર્ચામાં છે . શિયાળો તેમજ ઉનાળાની મોસમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રેત ખનન મોટા પ્રમાણમાં થાય છે.મોટા ભાગની આ રેત ખનનની પ્રવૃતિમાં સરકારી જરૂરી નિયમોનું ઉલ્લંઘન થતુ હોવાનો લોકોનો આક્ષેપ છે અને આ વિવાદ લાંબા સમયથી જિલ્લામાં ચર્ચામાં રહ્યો છે. છતાં સંબંધિત અધિકારીઓ આ બાબતે મોટાભાગે મૌન ધારણ કરતા હોવાનું પણ દેખાતું હોય છે.
ઉપરાંત ચોમાસુ શરૂ થતાં પૂર્વે જિલ્લામાં મુખ્ય ધોરીમાર્ગ ઉપરાંત અન્ય માર્ગો નજીક તેમજ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં રેતીનો સ્ટોક કરીને ઢગલા કરાતા હોય છે.આ માટે ખાણ ખનીજ વિભાગની પરવાનગી લેવાની હોય છે .ચાલો માની લઈએ કે કેટલાક રેતી સંગ્રાહકોએ જરૂરી પરવાનગી લીધી હોય ,પરંતુ રેતીનો જેટલો સ્ટોક કરવાની પરવાનગી મળી હોય એ ના કરતા ખાસો એવો મોટો જથ્થો પણ સ્ટોક કરાતો હોવાની વાતો લોકમુકે ચર્ચાઈ રહી છે અને અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પરવાનગી લીધેલ રેતીના ઢગલામાં કેટલા ટન રેતી સ્ટોક થઈ છે એની માપણી કરે છે ખરા ? આવી માપણી અત્યારસુધીમાં કેટલી વખત થઇ છે ? પરંતુ મોટાભાગના રેતી સંગ્રાહકો નિયમોની એસીકી તેસી કરીને ચોમાસામાં ઉંચા ભાવે રેતી વેચવાની લાલસામાં સરકારી નિયમો સાથે ચેડા કરતા હોય છે તેમ લોકમુકે ચર્ચાઈ રહ્યું છે
રેતી ના કેટલા ઢગલા એન એ થયેલી જમીનોમાં ઉભા કરાયા છે અને કેટલા સરકારી જમીનોમાં કરવામાં આવ્યા છે આ એક મોટો સવાલ છે ?
હાલમાં પણ ચોમાસા પહેલાથીજ મુખ્ય ધોરીમાર્ગ તેમજ અન્ય માર્ગો નજીક તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેતીનો સ્ટોક બતાડતા ઢગલાઓ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તાકીદે યોગ્ય રસ લઈને જરૂરી તપાસ અને કાર્યવાહી કરીને બિલાડીના ટોપની જેમ ફુટી નીકળતા રેતીના ઢગલાઓમાં કેટલા કાયદેસર તે તપાસ કરે તે ખૂબ જરૂરી બન્યું છે તેવી આજુબાજુ વિસ્તારના ગ્રામજનોની માંગ છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો