November 21, 2024

છોટાઉદેપુર જિલ્લાના ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં આજે અષાઢી બીજ ના દિવસે સૌ પ્રથમ વખત ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા નીકળી.

Share to



છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર નાં આંગણે આજે સૌ પ્રથમ વખત ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર બોડેલી અલીપુરા અને ઢોકલીયાનાં નગરજનો માં એક અનેરો ઉત્સાહ આનંદ જોવા મળે છે.

ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ને અલીપુરા સ્થિત શ્રી જલારામ મંદિરથી ભગવાન શ્રી જગન્નાથજી ને બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે શુસોભીત કરાયેલા નયનરમ્ય રથમાં બિરાજમાન કરી બેન્ડવાજા સાથે બ્રહ્માકુમારીઝ , સ્વામિનારાયણ સંપ્રદાય, આશારામ આશ્રમના અનુયાયીઓ સહિત વિવિધ સંપ્રદાયોની ધાર્મિક ઝાંખીઓ તેમજ વિસ્તારનું પરંપરાગત આદિવાસી લોક નૃત્ય સાથે અલીપુરા નાં પ્રથમ નાગરિક એવા સરપંચ ગંગાબેન રાઠવા,સાંસદ ગીતાબેન રાઠવા, કંચનભાઇ પટેલ, બોડેલી સરપંચ કાતિૅક શાહ, ડે.સરપંચ આકાશ ઠક્કર, ઢોકલીયા સરપંચ મહેશભાઈ બારીયા, સહિત નાં આગેવાનો એ રોડ પર ઝાડુ મારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું અને રથયાત્રા અલીપુરા તરફ આગળ વધી હતી જેમાં ઠેર ઠેર હિન્દુ – મુસ્લિમ બંને સમાજના યુવાનો દ્વારા ફુલહારથી ભગવાન શ્રી જગન્નાથજી નું ભવ્ય સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા ત્યારે સંખેડાના 108 કહેવાતા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી તેમજ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સહિત બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા પણ જગતના નાથ એવા ભગવાન જગન્નાથજી નું ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી.

સંપૂર્ણ રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા
એક ડીવાયએસપી, એક સકૅલ પોલીસ ઇન્સ્પેકટર અને ચાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પુરતા પ્રમાણમાં પોલીસ જવાનો, હોમગાડૅઝ જવનો નો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બોડેલી નગરનાં આંગણે આજે પ્રથમ વાર જ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નો ઉત્સવ ઉજવાય રહ્યો હોય બોડેલી, અલીપુરા અને ઢોકલીયાનાં નાના મોટા તમામ વેપારી ભાઈઓ એ પણ દુકાનો બંધ રાખી રથયાત્રા માં જોડાઇ જતા માર્ગો પર જાણે માનવ મહેરામણ નું કીડિયારું ઉભરાયુ હોય તેમ જણાતું હતું.

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અલીપુરા ચાર રસ્તાથી છોટાઉદેપુર રોડ થઈ ઢોકલીયા થઈ બોડેલી નગર ના શ્રી રામજી મંદિર પહોંચી આગળ વધી રેલ્વે ગરનાળાથી નગરનાં માગોૅ પર ફરી જય રણછોડ… માખણ ચોરના ગગનભેદી જયઘોષ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું.



ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to