November 20, 2024

હળવદ ડી.વી.પરખાણી ખાતે વિદ્યાર્થીઑને ચૂંટણી અંગે માહીતગાર કરવા સુંદર આયોજન

Share to




બાળકો શાળાએથી જ ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતગાર થાય અને મતદાનનું મહત્વ સમજે તે માટે નો નૂતન આયોજન હળવદની શ્રી ડી.વી.પરખાણી પે.સે.શાળા નં.૭ ખાતે કરવામાં આવ્યું હતું.

ડી.વી.પરખાણી ખાતે વિદ્યાર્થીઓ બાળકોને ચૂંટણી અંગે વાકેફ થાય, બાળકોમાં પદાધિકારીનાં ગુણ થાય માટે દર વર્ષે શાળામાં શાળા પંચાયતની ચૂંટણી કરી પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ ચૂંટણી કરી પ્રમુખની વરણી કરવામાં આવી હતી.

આ ચૂંટણીમાં સાત ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી રીતુબેન રમેશભાઈ કુડેચા બહુમતીથી ચૂંટાઈને પ્રમુખ બન્યા હતા જેમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ કાર્યક્ર્મ માં શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ, પંકજભાઈ લકુમ, અશોકભાઈ લખતરિયા, મહેશભાઈ માકાસણા, ધર્મેન્દ્રભાઈ મહેતા તથા સ્ટાફ પરિવારે સહકાર આપી બાળકોને ચૂંટણીના કાર્યનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો જેથી વિધાર્થીઑએ પણ ચૂંટણીના પર્વમાં આનંદપુર્વક ભાગ લીધો હતો.

પાર્થ વેલાણી


Share to

You may have missed