: ટેટ, ટાટ, કોન્સ્ટેબલ સહિત ક્લાસીસ કર્યા વિના રિસર્ચ ઓફીસર વર્ગ – 2 ની પરીક્ષા પાસ કરી
: નાની ઉંમરે પિતાનું અવસાન થતાં માતાએ ખેતમજૂરી કરી ત્રણ સંતાનને ભણાવ્યા
દૂરદર્શી ન્યૂઝ ચીકદા
ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા વાંદરી ગામની આદિવાસી દીકરીએ GPSC વર્ગ 2 ની રીસર્ચ ઓફીસરની પરીક્ષા પાસ કરી આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું છે. અત્યંત વિકટ પરિસ્થિતમાંથી પસાર થઇ સખત પરીશ્રમ થકી સાવિત્રી મંગા વસાવાએ અન્ય ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ પાસ કરી હતી.
ડેડીયાપાડાના અંતરિયાળ ગરીબ કુટુંબમાંથી આવનાર સાવિત્રી વસાવા એ નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.ખેતમજૂરી કરી માતાએ ત્રણ ત્રણ બાળકોની જવાબદારી નિભાવીને અભ્યાસ કરાવ્યો હતો. તાલુકાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ધો. 12 નો અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદ ખાતે ગ્રેજ્યુએશન તેમજ માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેમણે વર્ષ 2017 બી.એડ ની તાલીમી લાયકાત પૂર્ણ કરી હતી. બી. એડ. પૂર્ણ કર્યા બાદ તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી હતી.સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં ઉત્તીર્ણ થવા માટે અન્ય વિદ્યાર્થીઓ મોંઘી ફી ભરી ક્લાસીસ કરતા કરે છે તેવી સ્થિતમાં સાવિત્રી વસાવાએ કોઈ પણ પ્રકારના કલાસિસ કર્યા વગર આજ સુધી માં TET, TATની પરીક્ષાઓમાં પાસ કરી હતી. બાદ 2019 માં તેમણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ કરી રાજપીપળા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બાદ ધ્યેય ઊંચુ રાખતાં 2017માં કમર્શિયલ ટેક્સ ઓફિસરની પ્રિલીમ પરીક્ષા પાસ કરી પરંતુ મેઇનમાં સફળ થયા ન હતા. તેમ છતાં તેમને કોન્સ્ટેબલની નોકરી સાથે GPSC ના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. અંતે સફડ થયાં અને 2019માં રીસર્ચ ઓફીસર ( RO ) પરીક્ષા પાસ કરી હતી. અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ ઉક્તિ આદીવાસી દીકરીએ સાબિત કરી સમાજ અને ગામનું નામ રોશન કર્યું છેબ. ત્યારે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને સાવિત્રી વસાવા એ ઉત્તમ નારીશક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
(બોક્ષ )
સતત પરીશ્રમ અને સમયનો સદુપયોગ કરીશું તો ક્યારેય નાસી પાસ નહીં થવાય
સાવિત્રી વસાવા
સાવિત્રી વસાવાએ દિવ્યભાસ્કર સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે સમય અને પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ પોતાના ધ્યેયને વળગી રહી મેહનત કરતા રહિયે તો સફળતા અચૂક મળશે. મોટાભાગના ગરીબ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરતાં હોય છે ત્યારે આર્થિક મુશ્કેલીઓ ઘણી આવતી હોય છે. સતત પરીશ્રમ અને સમયનો સદુપયોગ કરીશું તો ક્યારેય નાસી પાસ નહીં થવાય. અત્યારે ટેકનોલોજીના જમાનામાં ઓનલાઈન ઘણા બધા ગાઈડન્સ મળતાં હોય છે જેમાંથી સારી બાબતો ને અનુસરવું જોઇએ.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.