બોડેલી માં આવેલ સફાયર પબ્લિક સ્કૂલમાં આઠમા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં આજે 21 જૂને સવારે 7:20 કલાકે શાળાના પટાંગણમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને યોગ કરાવવામાં આવ્યા. યોગ ઇન્સ્ટ્રક્ટર કવિતા પાઠક દ્વારા વિવિધ આસનો તથા વિવિધ હળવી કસરત અને પ્રાણાયામ વિદ્યાર્થીઓને કરાવ્યા. શાળાનો ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ અને પ્રી પ્રાઈમરી વિભાગના શિક્ષકોએ યોગમાં ઉત્સાહભેર ભાગ લીધો. ગુજરાતી માધ્યમના આચાર્ય હિતેશ પરમારે આ પ્રસંગે વિદ્યાર્થીઓને યોગ નું મહત્વ સમજાવી તેઓ પ્રતિદિન યોગા કરે તેવી શુભેચ્છાઓ પાઠવી. આમ શાળામાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.