દુરદર્શી ન્યુઝ:નર્મદા રાજપીપળા
સોશિયલ મીડિયા પર કોઈ ધર્મ કે જાતિ વિરુદ્ધ ની વાંધાજનક પોસ્ટ જોવા મળે તો ગુજરાત સાઇબર ક્રાઈમ ના વ્હોટ્સએપ નંબર 6359627142 ઉપર મોકલી શકો છો.
ઈકરામ મલેક:રાજપીપળા
ઈસ્લામ ધર્મ ના મહાન પયગંબર વિશે અભદ્ર ટિપ્પણી કરી આખી દુનિયા મા ભારત દેશ માટે નીચા જોણું કરનાર ભારતીય જનતા પાર્ટી ની પૂર્વ પ્રવકતા ની હલકી ચેષ્ટા ને કારણે દેશ અને દુનિયા મા ચોમેર વિરોધ ફાટી નીકળ્યો છે. વિશ્વ ના મુસ્લિમ રાષ્ટ્રો એ ભારતીય સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રવકતા નુપર શર્મા ને સસ્પેન્ડ કરી નવીન જીંદલ નામ ના મીડિયા ઇન્ચાર્જ ને પણ કાઢી મુકવા ની નોબાત આવી છે.
ત્યારે નર્મદા જિલ્લા મા કેટલાંક અસામાજિક તત્વો નૂપુર શર્મા ના કૃત્ય નું સમર્થન કરી ફેસબુક તેમજ અન્ય સોસીયલ મીડિયા માધ્યમો ઉપર મુસ્લિમો ની ધાર્મિક ભાવનાઓ ને ભડકાવવા ના હેતુ થી કેટલીક અસભ્ય સામગ્રી શેર કરી રાજપીપળા અને નર્મદા જિલ્લા ની શાંતિ ને ડહોળવા નું પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. ત્યારે નર્મદા જિલ્લા ના પોલીસ વડા આ મામલે સોસીયલ મીડિયા મોનીટરીંગ કરી આવા તોફાની માનસિકતા ધરાવતા તત્વો ને ઓળખી કાઢી શિક્ષા કરી એમની શાન ઠેકાણે લાવે તે જરૂરી બન્યું છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો