કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયા ના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ આગામી તા.12 મી જુલાઈ-2021 ને સોમવારના રોજ અંદાજે 400 કરોડ થી વધુ ખર્ચ થી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ”નું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદૃઘાટન થનાર છે આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી
આ બેઠકમાં કલેક્ટર એ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા,વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી કલેક્ટરે કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે જોવા સૂચન કર્યું હતું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, માર્ગ,મકાનના અધિકારી અનિલ વસાવા, ટ્રેની પોલીસ અધિકારી વિગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો