September 7, 2024

તિલકવાળા તાલુકા ના એક ગામ ની પરિણીતા ને હેરાનગતિ થતા 181 ટીમ મદદે પહોંચી

Share to

ઈકરામ મલેક: દુરદર્શી ન્યુઝ રાજપીપળા, નર્મદા

ગત રોજ તારીખ 09/06/2022 ના તિલકવાડા તાલુકા ના એક ગામ ની મહિલા નો 181 માં કૉલ આવેલ અને જણાવેલ કે તેમનાં પતિ અને સાસુ, સસરા સગા જેઠ જોડે સબંધ છે તે બાબતે વહેમ કરી મારે નહિ માટે એમને સમજાવવા 181 વાન મદદ માંગી હતી.

181 ની ટીમ સ્થળ ઉપર જઈ મહિલા ની સમસ્યા જાણી તેમજ કાઉન્સેલિગ કર્યું ત્યારે જાણવા મળ્યું કે મહિલા ના લવ મેરેજ ના 12 વર્ષ થયાં એક છોકરો 6 વર્ષ અને છોકરી 4 વર્ષ ની છે મહિલા આંગણવાડી વર્કર માં 10 વર્ષ થી નોકરી કરે છે. પરિણીતા ની આપવીતી મુજબ તેના પતિ ને સાસરી પક્ષ ના લોકો તેણી ના જેઠ જોડે આડા સંબંધી ની ખોટી અને પાયાવિહોની કાન ભમભેરની કરી તેમના લગ્ન જીવન ને ખોરંભે પડવાનું કામ કરી રહ્યા છે.

માટે તેણી ની પિયર જતી રહિયા નાં 1 મહિના થયા સાસુ સસરા મેણ ટોના મારે અને જેઠ જોડે જતી રહે તેમ જણાવે અમે 181 ટીમ ત્યાં ગયા સાસુ સસરા ને પતિ ને તેમજ જેઠ ને બોલાવ્યા અને સમજાવ્યા કે વહેમ શક ના કરે અને મારઝૂડ ના કરે તે કાયદેસર રીતે લખાણ કરી સમાધાન કરાવેલ હતું. આમ 181 ની ટીમે ગૃહ કલેશ ને વધતું અટકાવવા મા સફળ કામગીરી કરેલ છે.


Share to

You may have missed