DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ખેતર મા ચાલી રહ્યો હતો જુગાર અને ત્યાંજ પોલીસ ત્રાટકી… જાણો પછી શું થયું?

Share to

નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના કલિમકવાણા ગામ ની સીમ મા કેટલાંક લોકો ટોળું વળી જુગાર રમી રહ્યા હોવાની બાતમી નર્મદા LCB પોલીસ ના હે.કો કિરણભાઈ રતિલાલ અને હે.કો રાકેશભાઈ ને મળી હતી, ત્યારે આ બાતમી ની જાણ નર્મદા LCB ના પો.ઇન્સપેક્ટર શ્રી એ.એમ.પટેલ ને કરતા તેઓ સૂચના અને માર્ગદર્શન હેઠળ કલિમકવાણા અને જીતપુરા ગામ ની સીમ ના ખેતરો મા રેડ કરવામાં આવતા કેટલાંક ઈસમો ભેગા મળી જુગાર રમતા દેખાયા હતા.

પોલીસ ને જોતાજ જુગારીયાઓ મા નાસભાગ મચી ગઈ હતી, સ્થળ ઉપર થી જુગાર રમી રહેલા (1) ફિરોજભાઈ ઇસુબભાઈ શેખ રહે.ફેરકુવા (2) અભય વિનોદ વસાવા રહે.વડીયા તા.નાંદોદ (3) ભાવિક ઉર્ફે ભુરિયો દોષી રહે.દોલત બજાર રાજપીપળા (4) અનિલ ઇશ્વર વલવી રહે. મોટા રાયપુરા ને રોકડ રૂપિયા 18,730/- મોબાઈલ નંગ 5 કિ. રૂ 35,000/- મારુતિ ઇકો કી. રૂ 3,00,000/- મળી કુલ્લે રૂ 3,53,730/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જ્યારે જુગાર ના સ્થળ ઉપર થી ભાગી જવામાં સફળ થયેલા (1) પ્રવીણ ઉર્ફે પવવો અર્જુન વસાવા રહે.વાઘપુરા (2) ગણેશ ઉર્ફે ગણિયો શના વસાવા રહે. વેલચંડી (3) વીપીન જેન્તી વસાવા રહે.સુંદરપુરા તા.નાંદોદ નાઓ ને વોન્ટેડ જાહેર કરાયા છે.


Share to

You may have missed