DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

દેડિયાપાડા અને સાગબારા તાલુકાના “મનરેગા” યોજનાના કર્મચારીઓ વિવિધ માંગણીઓ ને લઈને 1 જુન થી 7 જુન સુધી વિરોધ પ્રદર્શન કરશે.

Share to





દેડિયાપાડા અને સાગબારા તાલુકાના મનરેગા યોજના અંતર્ગત કામગીરી કરતા કર્મચારીઓ મનરેગા કચેરી ખાતે વિવિધ માંગણીઓના લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. તેમજ સાગબારા તાલુકાના મનરેગા યોજનાના કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારી હસમુખ રાઠવાને આ બાબતે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને 1 જૂન થી 4 જૂન સુધી આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓના થઇ રહેલ શોષણ બાબતે કાળા દિવસ માની કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે . 6 અને 7 જૂનના રોજ મનરેગા યોજનામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ફરજ ઉપર હાજર રહી પેન ડાઉન કરી કામગીરીથી અળગા રહેશે. તેમજ 8 જૂનના રોજ તમામ કર્મચારીઓ એક સાથે સામુહિક માસ સી.એલ. મુકી કામથી અળગા રહેશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટર.. દિનેશ વસાવા..દૂરદર્શી ન્યૂઝ. ડેડીયાપાડા..9909355809


Share to

You may have missed