November 21, 2024

નર્મદા ના માંડણ ખાતે પાણી મા ડૂબી જતાં બાળક સહિત 5 ના મૌત

Share to

પ્રવાસીઓ ના જીવ ના જોખમે સલામતી ના સાધનો અને મર્યાદા વગર કરાતા બોટિંગ ઉપર રોક ક્યારે?? સલામતી ના સાધનો ની ઉપેક્ષા ક્યાં સુધી??

13 કલાક બાદ સુરત NDRF ની ટિમ દ્વારા પાણી મા ડૂબી ગયેલા 4 ને શોધી કાઢવામાં આવ્યા

ઈકરામ મલેક: રાજપીપળા

 રાજપીપળા પોલીસ મથકે થી મળતી પ્રાથમિક માહિતી અનુસાર તારીખ 29/05/2022 ના ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના જોલવા ગામે થી માંડણ ખાતે ફરવા આવેલા એક જ પરિવાર ના પાંચ સભ્યો ના પાણી મા ડૂબી જવા થી લાપતા બન્યા હોવાની જાણકારી મળી હતી. ત્યારે નર્મદા વહીવટી તંત્ર દ્વારા પાલિકા ના લાશકરો ને ડૂબી ગાયેલાઓ ને શોધખોળ માટે 8 સદસ્યો ની ટિમ મોકલવામાં આવી હતી.

  પાણી મા ડૂબી જનાર પાંચ પૈકી એક 6 વર્ષ ના બાળક અને 2 મહિલા સહિત 2 પુરુષો નો સમાવેશ થાય છે. ડૂબી જનાર પૈકી એક મહિલા જિજ્ઞાબેન ની ડેડ બોડી સાંજ ના 5:30 કલાકે મળી આવી હતી જ્યારે અન્ય 4 ની શોધખોળ અંધારું થતા સુધી ચાલી હતી. મરણ જનાર મા જિજ્ઞાબેન જનક સિંહ પરમાર, જનકસિંહ બળવંત સિંહ પરમાર, 6 વર્ષ નું બાળક પૂર્વરાજ સિંહ જનકસિંહ પરમાર, વિરપાર સિંહ પરબતસિંહ પરમાર, અને તેમની પત્ની સંગીતા બેન વિરપરસિંહ પરમાર

 શોધખોળ કરતા સાંજ પડી જતા કામ અટકી ગયું હતું, ત્યાર બાદ સુરત અને વડોદરા ની NDRF ટીમો ને બોલાવવામાં આવી હતી, ત્યારે બીજા દિવસે વહેલી સવારે 6:30 કલાકે થી ડેડ બોડી મળી આવવાની શરુઆત થઈ હતી છેલ્લી ડેડ બોડી 9:30 કલાકે મળી આવી હતી, વડોદરા NDRF ની ટિમ આવી એ પહેલાંજ તમામ ડેડબોડી મળી આવી હતી.

 માંડણ ગામ ની આજુબાજુ કરજણ ડેમ નું રિઝર્વ પાણી ભરાઈ રહેતું હોવાથી પ્રવાસીઓને નાવડી દ્વારા નૌકા વિહાર કરી સ્થાનિકો રોજગારી મેળવતા હોય છે, પરંતુ નાવડીઓ ની સંખ્યા, બેસાડવામાં આવતા પ્રવાસીઓ ની સંખ્યા અને લાઈફ જેકેટ અને અન્ય ઈમરજન્સી ના સાધનો પૂરતા અને ઉપયોગી હાલત મા છે કે કેમ? એ જોવા તપાસવાની તસ્દી કોઈ લેતું નથી. પરિણામે આવી ગોઝારી ઘટનાઓ બને છે.


Share to

You may have missed