November 21, 2024

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાનેજિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મળેલી બેઠક

Share to


જલ જીવન મિશન હેઠળ “નલ સે જલ”કાર્યક્રમ અન્વયે ભરૂચ જિલ્લાની ૨૫ પાણી સમિતિઓ ધ્વારા રજૂ થયેલ સૂચિત ગ્રામ્ય પેયજળ યોજનાઓને મંજૂરી
0 0 0 0 0 0 0
કુલ-૨૫ યોજનાઓમાં ૨૧૦૦ ઘર નળ જોડાણ માટે
રૂ.૧૫૬૨.૯૩ લાખની અંદાજીત રકમ બેઠકમાં મંજૂર
0 0 0 0 0 0 0
ભરૂચઃ મંગળવારઃ- કલેક્ટરશ્રી ડૉ. એમ.ડી.મોડીયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જલ જીવન મિશન હેઠળ “નલ સે જલ”કાર્યક્રમ અન્વયે ૨૫ પાણી સમિતિઓ ધ્વારા રજૂ થયેલ સૂચિત ગ્રામ્ય પેયજળ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ટ્રાયબલ વિસ્તારની ૩, જનરલ વિસ્તારની ૧૭ તેમજ એસ.સી. વિસ્તારની ૫ યોજનાઓ મળી કુલ-૨૫ યોજનાઓમાં ૨૧૦૦ ઘર નળ જોડાણ માટે રૂ.૧૫૬૨.૯૩ લાખની અંદાજીત રકમ બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના જલ જીવન મિશન અંતર્ગત રાજય સરકાર ધ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ”કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ ગામોના પ્રત્યેક ઘરમાં ૧૦૦ ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા મળેલ બેઠકમાં ૧૦૦ ટકા ધર નળજોડાણની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ હતી.
કલેકટરશ્રીએ લાભાર્થી પરિવારોને પીવાના પાણીની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. તેમણે વાસ્મોની કામગીરીની સમીક્ષા કરી યોજનાઓને ઝડપભેર અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.
વાસ્મોના યુનિટ મેનેજર શ્રીમતી દર્શનાબેન પટેલે ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જલ જીવન મિશન “નલ સે જલ”કાર્યક્રમ હેઠળ મંજૂર કરવામાં આવેલ પીવાના પાણીની યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, પ્રાયોજના વહીવટદારશ્રી અસારી, કાર્યપાલક ઈજનરેશ્રી જી.બી.વસાવા, પાણી પુરવઠા વાસ્મોના અધિકારીગણ, સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed