November 21, 2024

નેત્રંગ મામલતદારમાં અસરગ્રસ્ત થયેલા પરિવારોએ બીજી વાર રાજ્યપાલને ઉદ્દેશી આવેદનપત્ર પાઠવ્યું ઉધનામાં ડીમોલેશન થતાં સરકારે આઠ લાખની સહાય અને જમીન પૂરી પાડી, નેત્રંગમાં ડીમોલેશન થયું તેના માટે અલગ કાયદો લાગુ પડયો ? – અસરગ્રસ્ત

Share to


દૂરદર્શી ન્યૂઝ નેત્રંગ
નેત્રંગ ખાતે ડીમોલેશનનો ભોગ બનેલા પરિવારોએ સોમવારે નેત્રંગ મામલદાર અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશી આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં સરકારે ડીમોલેશન કર્યા બાદ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ મદદ પોહચાડી નથી.
નેત્રંગ રેલ્વે ડીમોલેશનમાં નેત્રંગના રહીશોના લગભગ 368 કરતાં વધુ ઘરો તોડવામાં આવ્યાં હતા. જેમાંથી 500 થી વધુ લોકો બેઘર બન્યા છે. ભોગ બનેલા અસરગ્રસ્ત લોકો સરકાર સામે મદદની પોકાર કરી રહ્યાં છે. તે સાથે આગળ આપેલા આવેદનપત્રમાં સરકારી બાબુઓ અને નેતાઓ અનાજ અને બીજી સુવિદ્યા પૂરી પાડવામાં માટે મોખીક ખાતરી આપી હતી. હવે આટલા લાંબા સમયે તંત્ર કે મોટાં ગજાના કહેવાતા નેતા કે કોઈ મદદે આવ્યુ નથી.જ્યાં અસરગ્રસ્ત પરિવારો એ ફરી સોમવારે આપેલા આવેદનપત્ર રજુઆત કરી હતી. સુરતના ઉધનામાં ડીમોલેશન થયુ તો ત્યાં સરકારે આઠ લાખની સહાય અને જમીન પૂરી પાડી છે ત્યારે નેત્રંગમાં ડીમોલેશન થયું તો શું ત્યાં અલગ કાયદો લાગુ પડયો ? હજુ સુધી સરકાર મદદે કેમ પોહચી નથી. સરકારે ડીમોલેશનનો આદેશ આપ્યો તેના પૂરાવાની પણ માંગણી કરી હતી.
આમ, સરકાર અને તંત્રએ લોકોની ઘોર અવગણના કરી છે. કલેક્ટર અને સરકારે યોગ્ય નિર્ણય લઈ આ બેઘર થયેલાં પરિવારો માટે વિચારવું જ રહ્યું.


મામલદારનો જવાબ : ડીમોલેશન થયું એની સાથે અમારે કશું લાગે વળગે નહીં
અસરગ્રસ્ત નેત્રંગ મામલતદાર અને સરકારી તંત્ર તથા સત્તા પર બેસેલા સરકારના મંત્રીઓ લોકોને ડીમોલેશન થયા પછી આશ્વાસન આપ્યું હતું, કે લોકોને ચાર મહિના સુધી અનાજ મળશે તેમજ છ મહિના સુધી બે બે હજારની સહાય પણ આપશે પણ સરકા રે ગરીબ લોકો ની અવગણના કરી છે. જેના અનુસંધાને નેત્રંગ મામલતદારમાં અસરગ્રસ્ત થયેલા પરિવારોએ અનાજની તથા તમામ પ્રકારની સહાય તે માટે આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ મામલતદારે હકારાત્મક વલણ દાખવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. જ્યાં આ ડીમોલેશન થયું એની સાથે અમારે કશું લાગે વળગે નહીં, આ પ્રકારના જવાબો સાંભળી અસરગ્રસ્ત થયેલ પરિવારો ખૂબ નિરાશ થઈ વિલા મોંઢે પરત ફર્યાં હતાં.


Share to

You may have missed