November 22, 2024

વાલિયા:ભીલીસ્થાન વ્હાઈટ હાઉસ ચંદેરીયા ખાતે સ્ટેચ્યુનું ખાત મૂહર્ત કરાશેસ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખનાર જ્યોતિબા ફુલેનો આજે જન્મ જયંતી

Share to




વાલિયાના ચંદેરિયા ખાતે મહાત્મા જ્યોતિબા ફુલેની જન્મ જયંતિ નિમિત્તે છોટુ વસાવાના હસ્તે સ્ટેચ્યુનું ખાત મૂહર્ત કરવામાં આવશે. જ્યાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી નોંધાવશે.
જ્યાં જ્યોતિબા ફુલે વિશે થોડું જાણીએ. ઇતિહાસમાં સમાજસુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક રહ્યાં છે. જેમણે સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો હતો. અને શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. જ્યતિબા ફૂલેનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણક્ષેત્રે વધુ રહ્યું છે. તેમની પત્નીને ભણાવ્યા પછી 1848 માં તેમણે ભારતની સ્ત્રી માટેની ભારતની સૌપ્રથમ શાળાની શરૂઆત કરી ભારતમાં અનેક મહિલાઓ અને પુરુષોને શિક્ષણ મળ્યું હતું. આમ સમાજસુધારક, સંપાદક, શિક્ષણની ચળવળનો પાયો નાખનાર એવાં જ્યોતિબા ફૂલેના જન્મ જયંતિના દિન નિમિત્તે ભીલીસ્થાન વ્હાઈટ હાઉસ ચંદેરીયા ખાતે સ્ટેચ્યુનું ખાત મૂહર્ત કરાશે.

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*


Share to