સુરત:શનિવાર: ઓલપાડ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૧/૦૬/૨૦૨૧ ના રોજ નિશાળ ફળીયું, અંભેટા ગામ, ઓલપાડમાં રહેતા ઈશ્વરભાઈ પટેલના ૭૫ વર્ષીય પત્ની લલીતાબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૫.૬ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ઓલપાડ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
માંગરોળના ઝંખવાવ ખાતે રહેતા ભીખુભાઈ પટેલ લાપતા
સુરત:શનિવાર: માંગરોળ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૯/૦૬/ર૦ર૧ ના રોજ
ટાંકી ફળીયું, ઝંખવાવ ગામ, માંગરોળમાં રહેતા ૭૦ વર્ષીય ભીખુભાઈ સુરજીભાઈ ચૌધરી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૫ ફૂટ છે. તેમણે શરીરે ક્રીમ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા માંગરોળ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
કનકપુર ખાતે રહેતા લક્ષ્મીબેન માળી ગુમ થયા છે.
સુરત:શનિવાર: પલસાણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૦/૦૬/ર૦ર૧ ના રોજ
કનસાડ-સુથાર ફળીયું, કનકપુરમાં રહેતા માંગીલાલ માળીના ૨૭ વર્ષીય પત્ની લક્ષ્મીબેન ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૪ ફૂટ છે. તેમણે શરીરે પીળા કલરની સાડી પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પલસાણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
કડોદરા ગામમાં રહેતા પ્રિયંકાબેન યાદવ ગુમ થયા છે.
સુરત:શનિવાર: કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૭/૦૬/૨૦૨૧ના રોજ ઘર નં.૨૪૧. હરિધામ સોસાયટી, કડોદરા ગામની સીમમાં નુરીમીડીયાની પાછળ, પલસાણામાં રહેતા (મૂળવતન:અલામા, જિ:નાલંદા (બિહાર)) સુભાષ યાદવના ૧૩ વર્ષીય પુત્રી પ્રિયંકાબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૬ ફૂટ છે. તેમણે શરીરે લીલા કલરની કુર્તી તથા લીલા કલરનો પાયજામો પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કડોદરા જી.આઈ.ડી.સી. પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો