છોટાઉદેપુર જિલ્લાના વડામથક, છોટાઉદેપુર ખાતે આવેલા વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીકટ ટી.બી.ફોરમની બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેકટર દ્વારા ટીબી રોગ ના દર્દીઓ નું વહેલી તકે નિદાન થાય તે માટે શું કરવું જોઇએ તે બાબતે સૂચનો જાણી ટીબી ઉપરાંત એમડીઆર ટીબી નાં ઝડપી નિદાન માટેના મશીન દરેક છ તાલુકામાં ઉપલબ્ધ થાય એઅંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે ખૂબ ઝડપથી ફેલાતા ટીબીના રોગનો ફેલાવો અટકાવવા અને સમુદાયમાંથી ટીબી રોગને વહેલી તકે બહાર કરવા માટે ટીબી રોગના દર્દીઓનાં હેલ્થી કોન્ટેક્ટને માટે ટીબીનું સંક્રમણ ન થાય એ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સૂચિત ટીબી પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ (ટીપીટી) છોટાઉદેપુર જિલ્લા માં જલ્દી શરૂ કરવામાં આવે એ ઇચ્છનીય છે એમ જણાવ્યું હતું.
ડબલ્યુ.એચ.ઓનાં પ્રતિનિધિ ડો. હાર્દિક નકસીવાલાએ જણાવ્યું હતું કે, દેશનાવડાપ્રધાને ૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટીબી રોગને નાબુદકરવાનું લક્ષ્ય રાખ્યું છે.જે અંતર્ગત એપ્રિલ-૨૦૧૮થી નિક્ષણ પોષણ સહાય યોજના શરૂ કરવામાં આવી હોવાનું જણાવી તેમણે ટીબીના દર્દીઓને દર મહિને પાંચસો રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી (DBT) આપવામાં આવતા હોવાનું તેમજ અન્ય દાતાઓનાં સહયોગ થી વધારાનું પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રીશન કીટ મળી રહે તેવુ આયોજન કરવામાં આવશે એમ વધુમાં ઉમેર્યું હતું.
જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણેજિલ્લામાં ટીબી ચેમ્પિયન્સની ટીબી નાબુદી કાર્યક્રમમાં ભાગીદારી વિશે વાત કરી હતી.ઉપરાંત તેમણે વર્ષ ૨૦૨૧ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલ ટીબી વિભાગની કામગીરી નું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ટીબી ફોરમની મિટિંગમાં ટીબી રોગને સમાજમાંથી વહેલી તકે નાબુદ કરવા અંગેનું મનોમંથન કરી, ટી.બી રોગને નાબુદ કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મહેશ ચૌધરી, પ્રાઇવેટ પ્રેક્ટિશનર ડો.પીએસ રાજન, તાલુકા આરોગ્ય અધિકારી નસવાડી ડો.યુ.બી.સિંઘ, પાવીજેતપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો .વિકાસ રંજન, સંખેડા તાલુકા આરોગ્ય અધિકારી ડો.વૈશાલી પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો ભારતી ગુપ્તા, છોટાઉદેપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો.નેહા ભટ્ટ, કવાંટ તાલુકા આરોગ્ય અધિકારી ડો આશિષ બારીયા, જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના એનટીઇપી સ્ટાફ,આઇસીટીસી અને એઆરટી છોટાઉદેપુરનાં કર્મચારીઓ તેમજ વિકલ્પ સ્ત્રી સંગઠન તથા મોડ ઇન્ડિયા સહિતની એનજીઓ નાં પ્રતિનિધિ, સાજા થયેલા ટીબી ના દર્દી ઓ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર, છોટાઉદેપુર ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે નવરંગ વિદ્યામંદિર મોરીયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોરીયણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ર૧૭મો સરસ્વતિધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો..
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર