પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુશ્રી ક્રિષ્ના પાચાણી ના મુખ્ય અતિથિ પદે ધો.10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના વાલીઓ ની ઉપસ્થિતિ માં આગામી 28મી થી શરૂ થનાર બોર્ડની જાહેર પરીક્ષા ને અનુલક્ષી ને ચિંતન શિબિર યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે શાળા માંથી વય મર્યાદાને લઈ નિવૃત થનાર બે કર્મચારીઓનો વિદાય સહ સન્માન સમારંભ પણ યોજાયો હતો. જેમાં શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા શ્રી એલ.એમ.રાઠવા અને વ્યાયામ શિક્ષકશ્રી કૃષ્ણદાસ બારીયા ને શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુશ્રી ક્રિષ્ના પાચાણી એ શ્રીફળ, શાલ ઓઢાળી અને સન્માન પત્ર તથા સ્મૃતિ ચિન્હ અર્પણ કરી તેઓશ્રી ની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે શાળાના સુકાની શાહિદ શેખ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વાલીઓ ને પરિક્ષા લક્ષી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું અને નિવૃત થનાર પટાવાળા શ્રી એલ.એમ. રાઠવા એ રૂ/- 51 હજાર અને વ્યાયામ શિક્ષકશ્રી કૃષ્ણદાસ બારીયા એ રૂ/- એક લાખ અગિયાર હજાર અને પાંચ નંગ બેસવાના બાંકડા નું સ્વૈચ્છિક દાન શાળાના વિકાસ તથા વિદ્યાર્થીઓના હિત માટે આપવામાં આવ્યું હોવાની જાહેરાત કરતા ઉપસ્થિત તમામ લોકો એ તેઓની દાનવીરતા ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ એ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ના મન અને મસ્તિક માંથી પરિક્ષાનો ડર કાઢી નાંખી શાંત ચિત્તે બોર્ડની પરીક્ષા આપવા અંગેના સૂચનો અને પરીક્ષા સમયે રાખવાની તકેદારી થી વાકેફ કર્યા હતા. અને નિવૃત થનાર કર્મચારીઓ ને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમ ના અંતમાં શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા એ શ્રી શાસ્ત્રી વિદ્યાલય,શિથોલ ખાતે ધો.10 ની બોર્ડની પરીક્ષાના નવીન પરીક્ષા કેન્દ્ર ની મંજૂરી ની જાહેરાત કરતા જ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ-વાલીઓ અને શાળા પરિવાર દ્વારા તાળીઓ નો વરસાદ વરસાવી આનંદ અને હર્ષની લાગણી દર્શાવી હતી. શાળા સંચાલક મંડળ વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, જેતપુરપાવી વતી નિવૃત થનાર કર્મચારીઓની દાનવીરતા ને વધાવી તેઓનું શેષ જીવન આરોગ્યમય અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
ડેડીયાપાડાની મોઝદા આશ્રમ શાળામાં બાળકો પાસે પ્લંબીંગ નું કરાવવા ખાડા ખોદાવતા શિક્ષક આજે-પડુ કે કાલે? એ પ્રકારની જર્જરિત શાળા મા 64 આદિવાસી બાળકોનું જીવન દાવ ઉપર મુકતા સંચાલકો
જૂનાગઢના ભેસાણ તાલુકાના ઠોળવા ગામની પ્રાથમિક શાળામાં રતિલાલ મોવલિય સાહેબની આચાર્ય તરીકે બદલી થઈને આવતા સૌથી પહેલું કામ 150 વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદ ખવડાવીને અભ્યાસ શરૂ કરાવ્યો શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા શિક્ષકો તેમજ સામાજિક આગેવાનોએ સાલ ઓઢાડી સન્માન કર્યું
ઝઘડિયા જીઆઇડીસીમાં શ્રમિક પરિવારની દસ વર્ષની માસુમ દિકરી દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાન ને ફાંસી આપવા બાબત