DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ ની એક્ટિવ ઓર્થોપેડીક હોસ્પિટલ,અને માતૃત્વ વ્યુમન હોસ્પિટલ ના સહયોગ થી વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો

Share to



જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલ દ્વારા એક્ટિવ ઓર્થોપેડીક હોસ્પિટલ, માતૃત્વ વ્યુમન હોસ્પિટલ ના સહયોગ થી આજ રોજ સર્વે રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો
આ કેમ્પ માં ડો.નિકુંજ ઠુંમર, ડો ઋજુલ ગજેરા, ડો આકાશ પટોડીયા,ડો વિપુલ ઉસદડિયા,ડો કેયુર ભાઈ ચોવટીયા,ડો વિમલભાઈ ગજેરા સેવા આપી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ દ્વારા તમામ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. અમીત પટેલ દ્વારા જણાવવા માં આવ્યુ હતું કે મારા થી જે સેવા થશે એ જુનાગઢ ના લોકો માટે કરીશ…
સૌ જુનાગઢ વાસિયો ને જરૂરીયાતમંદ લોકો એ ફ્રી મેડિકલ નિદાન કેમ્પ નો લાભ લીધો હતો.
આ કેમ્પ ને સફળ બનાણવવા અરવિંભાઈ પાઘડાર, શાબેરા બેન,બિપીનભાઈ પણસાડા એ જહેમત ઉઠાવી હતી.

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

You may have missed