October 17, 2024

પંજાબમાં ભગવંત માને રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતીઅમારી પાસે સારી કેબિનેટ હશે ઃ ભગવંત માન

Share to



(ડી.એન.એસ)પંજાબ,તા.૧૨
પંજાબાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને આજે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે મુલાકાત કરી છે અને રાજ્યમાં સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે. શુક્રવારે મોહાલીમાં આપ ધારાસભ્યોની બેઠકમાં માનને પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભગવંત માન ૧૬ માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કરીને કહ્યું કે, તેમની પાસે સારી કેબિનેટ હશે. પંજાબના મનોનીત મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, “આજે મેં રાજ્યપાલને સમર્થન પત્ર સુપરત કર્યો છે અને પંજાબમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. રાજ્યપાલે અમને શપથ સમારોહનું સ્થળ અને સમય પૂછ્યો તો મેં જણાવ્યું હતું કે શદીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં ૧૬ માર્ચે ૧૨.૩૦ વાગ્યે શપથ સમારોહ યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે, શપથ સમારોહમાં સમગ્ર પંજાબના લોકો સામેલ થશે, લોકો શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે. ભગવંત માનને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પોતાના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કર્યા છે. આપ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે રવિવારે માન અને કેજરીવાલ બન્ને સ્વર્ણ મંદિર, દુર્ગિયાણા મંદિર અને શ્રીરામ તીરથ મંદિરમાં દર્શન કરશે. તેઓ આપની જીતનો જશ્ન મનાવવા અને મતદાતાઓને શુભેચ્છા પાઠવવા માટે અમૃતસરમાં એક રોડ શોમાં પણ ભાગ લેશે. આમ આદમી પાર્ટીએ ૧૧૭ સભ્યોવાળી વિધાનસભામાં ૯૨ બેઠકો પર જીત હાંસલ કરી છે. વિધાયક દળના નેતા તરીકે પસંદગી થતા ભગવંત માનને ધારાસભ્યોને કહ્યું હતું કે, મારી તમને બધાને એક વિનંતી છે કે અહંકાર ના કરતા, જેમણે વોટ નથી આપ્યા, તેમનું પણ કામ કરજાે. તમે પંજાબીઓના ધારાસભ્ય છો, સરકાર પંજાબીઓએ બનાવી છે. માને વધુમાં જણાવ્યું હતું કે પોલીસકર્મીઓ દ્વારા કોઈપણ ગેરરીતિ અંગે તેઓ ખૂબ જ કડક રહેશે. તેમણે કહ્યું કે અમે જ્યાં વોટ માંગ્યા છે ત્યાં જઈને કામ કરવું પડશે. જીતીને એવું નથી કહેવાનું કે ચંદીગઢ આવજાે. કોઈ ભેદભાવ ના કરતા, અરવિંદ કેજરીવાલનો પણ આજ સંદેશ છે.


Share to

You may have missed